Read Time:1 Minute, 12 Second
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
ગુજરાતમાં ધો.6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે આજે રાજયની કેબીનેટમાં ચર્ચા થઇ હતી અને હવે તા.15 ઓગષ્ટ બાદ આ વર્ગો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કેબીનેટ બેઠક બાદ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજયમાં જે શાળા અને કોલેજોના વર્ગો ચાલુ થયા છે ત્યાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યુ છે અને તેથી જ સંક્રમણની કોઇ ગંભીર સ્થિતિ દેખાઇ નથી.
હવે ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે સરકાર 15 ઓગષ્ટ બાદ નિર્ણય લેશે. એ ઉલ્લેખનીય છે કે હાલ જે કોરોના ગાઇડ લાઇન સરકારે અમલમાં મુકી છે તે તા.17 ઓગષ્ટના રોજ પૂરી થાય છે અને તેથી તેની સમીક્ષા સમયે જ ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે.