રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિક કાયદાને અનુસરતો મહત્વનો આદેશ જાહેર કર્યો છે. જેમાં પોલીસ અધિકારીકે કર્મચારી ફરજ પર આવતા જતા દરમ્યાન હેલ્મેટ વગર મુસાફરી કરે છે, ત્રણ સવારી મુસાફરી કરે છે. સાથે સાથે તેમના વાહનોમાં પણ ખામીયુક્ત નંબર પ્લેટ જોવા મળી છે. બીજી તરફ HSRP નંબર પ્લેટ વગરના વાહનો જોવા મળ્યા છે. વાહનો પર POLICE અથવા P પણ લખેલાનું ધ્યાનમાં આવ્યું છે, બીજી તરફ અન્ય વાહન ચાલકો પણ પોતાના વાહન પર DR, ADVOCATE, PRESS, એન્ટી કરપ્શન બ્યુરો કમિટીના સભ્ય વગેરે જેવા લખાણ કરેલા હોય છે.
ત્યારે આ તમામ મામલે ટ્રાફિક પોલીસ તારીખ 13-8-2021થી 19-8-2021 સુધી આ 7 દિવસની ચુસ્ત ઝુંબેશ રાખવામાં આવશે, આ ઝુંબેશ દરમ્યાન વાયોલેશન કરનારા કર્મચારીના પર અધિકારી દ્શિસ્ત વિરુદ્ધનાં સખ્ત પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કાયદો પોલીસ કર્મચારી સહિત અન્ય વાહનચાલકો માટે પણ સખ્ત બનાવાયો છે.શિસ્ત વિરુદ્ધનાં સખ્ત પગલાં લેવામાં આવ
ઉલ્લેખનીય છે કે આ મામલે તમામ પોલીસ સ્ટેશનો તેમજ પોલીસ હેડ ક્વાટર, પોલીસ કમિશ્નર કચેરી, તમામ વિરુદ્ધ મોટર વ્હીક્લ એક્ટ અંતર્ગત કેસો કરવાના રહેશે અને આ સ્થળો પર પોલીસ ચેકીંગના પોઈન્ટ ગોઠવવાના રહેશે.