અમદાવાદ : પર્યાવરણનું સંતુલન જાળવવા અને સમગ્ર વિસ્તારમાં હરિયાળા પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે, વાયુ સેના પસંદગી બોર્ડ (AFSB), ગાંધીનગર દ્વારા 12 ઑગસ્ટ 2021ના રોજ વધુ વૃક્ષો ઉછેરવા માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે એક વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી હતી. તમામ વાયુ યોદ્ધાઓએ આ કવાયતમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને ગાંધીનગરમાં GIDC વિસ્તારમાં ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે કેમ્પસની અંદર 1000 કરતાં વધારે છોડ રોપ્યા હતા.
આ કાર્યક્રમમાં વાયુ યોદ્ધાઓને આપેલા પ્રારંભિક ઉદ્બોધનમાં AFSB ગાંધીનગરના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર દેશપાલ સિંહે ભારપૂર્વક કહ્યું હતું કે, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટે વૃક્ષો ઉછેરવાની ખૂબ જ જરૂર છે.
AFSB ગાંધીનગર ખાતે વર્ષ 2018થી વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવે છે અને આજદિન સુધીમાં 28,000 કરતાં વધારે છોડ રોપવામાં આવ્યા છે. આ કવાયતને ગાંધીનગરના જંગલખાતા દ્વારા અને અમદાવાદ સ્થિત AIA CSR ફાઉન્ડેશન દ્વારા નોંધનીય સહકાર મળી રહ્યો છે.
‘હર કામ દેશના નામ’ વાયુ સેના પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા ગો ગ્રીન પહેલ – “વૃક્ષો વાવો, જીવન બચાવો” અંતર્ગત વૃક્ષારોપણ કવાયત હાથ ધરવામાં આવી
Read Time:1 Minute, 32 Second