અમદાવાદ: મિત્રો ઉત્તરાયણ પર્વ દરેક લોકોએ ખૂબ જ ઉલ્લાસથી મનાવ્યો, ઊંચે આકાશમાં પતંગ ઉડાવ્યો, કઈ કેટલાય પેચ કાપ્યા અને ચિચિયારીઓ પાડી ઉત્સાહ વ્યક્ત કર્યો. પણ શુ તમે બે દિવસની ભરપૂર મઝા બાદ તમારી આસપાસના ઝાડ ઉપર નજર ફેરવી છે. ક્યાંક તમારા પતંગ ની દોરીમાં ઝાડ ઉપર કોઈ પક્ષીતો નથી ફસાયું ને. તમને ખબર છે કે તમારા ઉત્સવ પત્યા પછી ઝાડ પર લટકેલી દોરી ના કારણે પક્ષીઓની પાંખો કપાઈ જતી હોય છે.
આજે અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલ સન ફ્લોરા સ્કૂલમાં બન્યું ખુબ જ ઓછુ જોવા મળતું નિશાચર પક્ષી ઘુવડ એ ઝાડ પર ચાઇનીઝ દોરી લટકતું હતું અને ઘાયલ અવસ્થા મા હતું. તાત્કાલિક એનિમલ લાઇફકેર ના વિજય ડાભી ને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી ઘુવડ પક્ષી નું તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને બચાવી લીધું અને વધુ સારવાર માટે તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું.
વિજય ડાભીએ નમ્ર વિનંતી કરી કે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરેક નાગરિક કરી પણ આપની આજુબાજુ અગાસી હોય ઘાબા પર ઝાડ પર લટકતી દોરી હોય તો તેનો નિકાલ કરજો કારણકે દોરી ના કારણે કેટલાય પક્ષીઓ સવારે માળા માથી સવારે ઉઠતા હોય છે અને સાંજે માળાની અંદર પાછા ફરતા હોય છે ત્યારે દોરી મા ફસાઇ ને પાંખો કપાઈ જતી હોય છે. એક મારી નમ્ર વિનંતી છે કે આપણા ધાબા ઉપર કે અગાસી માં ક્યાંય દોરી લટકતી હોય તેને નિકાલ કરજો એ જ વિનંતી આપ ની એક પહેલ અબોલ પક્ષી ની પાંખો કાપતું એનિમલ લાઈફ કેર બચાવશે.