અમદાવાદ: દેશભરમાં આજથી કોરોનાને બાયબાય કરવા રસીકરણ શરૂ કરવામાં આવ્યું. ઠેક ઠેકાણે સરકારી હોસ્પિટલોમાં કામ કરતા ફ્રન્ટ લાઇન કોરોના યોદ્ધાઓને કોરોના વેકસીન આપવામાં આવી ત્યારે કોરોના રસીકરણ સફળ થાય તે માટે અમદાવાદીઓ દ્વારા પૂજા અર્ચના અને હોમ હવન પણ કર્યા.
અમદાવાદ ના હરિપુરા વિસ્તારમાં આવેલ ધીરજ હાઉસીંગમાં આવેલ પંચનાથ મહાદેવના મંદીરમાં સ્થાનિક આગેવાન હર્ષદભાઈ પટેલ, પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અજિતભાઈ ચાવડા અને સ્થાનિકોએ આજે મંદિરમાં એક વિશેષ પૂજા અર્ચના હોમ હવન કર્યું. સવારે ૯:૦૦ કલાકે શરૂ થયેલ હવન વિજય મહુર્ત ૧૨:૩૯ સુધી કરવામાં આવ્યું. જ્યાં સ્થાનિક આગેવાન હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે વિશ્ર્વ ના આ સૌથી મોટા લોકતંત્ર ના આ રસીકરણ ના મહાઅભિયાન ને શરુ કરાવવા બદલ પધાનમંત્રી નરેન્દ્ર મોદી ને અભિનંદન સાથે શુભકામનાઓ અને ભારત ની સ્વદેશી આ રસી વડે કોરોના મુક્ત બને તે માટે શ્રદ્ધાળુ ઓ એ આહુતિ ઓ અપઁણ કરી છે. અને સમગ્ર દેશમાં કોરોના સામેની લડાઈમાં દેશ જીતે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.