અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ વિમાન જામનગર ખાતે પહોંચ્યુ. વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ જોવા મળ્યો.

0
અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ વિમાન જામનગર ખાતે પહોંચ્યુ. વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ જોવા મળ્યો.
Views: 106
0 0
Spread the love

Read Time:3 Minute, 59 Second
Views 🔥 અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ વિમાન જામનગર ખાતે પહોંચ્યુ. વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ જોવા મળ્યો.

જામનગર:  ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રીશ્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર ૧૧:૧૫  કલાક આસપાસ પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીશ્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું સાથે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીશ્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના  કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ આશરે ૧૫૦થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.

વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ, કલેકટર સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ કર્મચારીઓનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. જામનગર ખાતે પહોંચેલા સર્વે નાગરિકોને જમાડીને માનભેર દિલ્હી ખાતે રવાના કરવામાં આવશે. આ તકે, પ્રાંત અધિકારી જામનગર શહેર  આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ  પાર્થ  કોટડીયા, મામલતદાર શ્રી અક્ષર વ્યાસ, એએસપી નિતેશ પાંડેય વગેરે અધિકારીઓ, પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed