દહેગામ / પોતાના નાનાભાઈ સાથે પત્નીના આડા સબંધોની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યાં કરી નાખી,માતાને બચાવવાં વચ્ચે પડેલી દીકરીને પણ ઈજાઓ પહોંચાડી

0
દહેગામ / પોતાના નાનાભાઈ સાથે પત્નીના આડા સબંધોની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યાં કરી નાખી,માતાને બચાવવાં વચ્ચે પડેલી દીકરીને પણ ઈજાઓ પહોંચાડી
Views: 80
0 0
Spread the love

Read Time:2 Minute, 43 Second
Views 🔥 દહેગામ / પોતાના નાનાભાઈ સાથે પત્નીના આડા સબંધોની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યાં કરી નાખી,માતાને બચાવવાં વચ્ચે પડેલી દીકરીને પણ ઈજાઓ પહોંચાડી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગાંધીનગર , તા . ૧૭ : દહેગામમાં હચમચાવી દેનારી ઘટના બની છે , જેમાં એક શખ્સે પત્નીના ઘરમાં જ આડા સંબંધની શંકા રાખીને તેની કરપીણ હત્યા કરી નાખી છે . આ ઘટનામાં પોતાની માતાને બચાવવા માટે વચ્ચે પડેલી દીકરીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી . આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે .

દહેગામના ધમીજ ગામમાં પોતાના નાના ભાઈ સાથે પત્નીના આડા સંબંધ હોવાની શંકા પતિને હતી અને તેના ઝઘડામાં આવેશમાં આવેલા પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી . ધમીજના વાલ્મીકિ વાસમાં બનેલી ઘટનામાં દિનેશ ઉર્ફે રાજુ ગાંડાભાઈ વાલ્મીકિએ ૧૪ ઓગસ્ટના રોજ રાત્રે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને પછી આ ઝઘડાએ આક્રામક સ્વરુપ ધારણ કરી લીધું હતું . નાના ભાઈ સાથે પત્નીના આડા સંબંધની શંકાએ દિનેશે તેની પત્નીને લાકડાના દંડાથી ઢોર માર માર્યો હતો , આ દરમિયાન તેની ૧૫ વર્ષની દીકરી માતાને બચાવવા માટે વચ્ચે પડી તો દિનેશે તેને પણ માર માર્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી . ઘરમાં માતાની હાલત જોઈને ગભરાઈ ગયેલો દિનેશનો નાનો દીકરો પાડોશીઓને પોતાના ઘરે બોલાવી લાવ્યો હતો .

પાડાશી તથા પરિવારના સભ્યોએ દિનેશથી મા – દીકરીને છોડાવ્યા હતા પરંતુ આ હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું . જ્યારે દિનેશે કરેલા હુમલામાં ઘાયલ થયેલી દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે . દિનેશને સળવળેના શંકાના કીડાના કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો છે જેમાં બાળકોએ માતાનું મોત અને પિતા જેલમાં જતા તેમની છત્રછાયા ગુમાવી દીધી છે . દહેગામ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા દિનેશની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે . પોલીસ તપાસ દરમિયાન અને આરોપીના રિમાન્ડ દરમિયાન વધારે હકીકત અને હત્યાની ઘટના અંગે નવા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *