દિલીપ સિંહ ક્ષત્રિય….
હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનનું અનેરું મહત્વ અપાયું છે એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીક્રુષ્ણની ટીકા કરી, શ્રીકૃષ્ણે વચન આપ્યું હતું કે શિશુપાલની 100 ભૂલો માફ કરીશ, ભરી સભામાં શિશુપાલે કૃષ્ણ નું અપમાન કરતા કરતા જેવી ૧૦૦ ભૂલોની સીમા ઓળંગી કે તુરંત જ ભગવાન શ્રીક્રુષ્ણએ તેના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી. કથા મુજબ જ્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર પણ ચોટ લાગી હતી.ભગવાન શ્રીક્રુષ્ણના આસપાસના લોકો તેમના માટે તે ઘાવ પર કઈક બાંધવા માટે અને ઘાવ પર કઈક લગાડવા માટે લેવા ગયા ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડી માથી ભગવાન શ્રીક્રુષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ દ્રોપદીને કહ્યુંકે ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રોપદિને વચન આપ્યું.આજ દિવસને રક્ષા બંધનરૂપે ઉજવવા માં આવે છે આ ઉપરાંત પણ અનેક પૌરાણિક કથાઓ રક્ષા બંધન સાથે જોડાયેલી છે પણ ક્યારેક તમે વિચાર્યું છે કે ખરું કે રક્ષા બંધન એ આજના પુરુષ સમાજને મહિલાઓને શશક્ત બનાવવા માટે કે એમને રક્ષિત બનાવવા માટે અપાયેલું એક વચન છે.
ભારતમાં આજકાલથી નહિ દરેક ધર્મગ્રંથ અને પુરાણોમાં દેવીનું સ્થાન છે. ક્યાંક સમૃદ્ધિ અને શાંતિની દેવી તો ક્યાંક શક્તિનું સ્વરૂપ છે.ક્યાંક ઐશ્વર્ય અપાવનારી લક્ષ્મી છે, તો ક્યાંક રૌદ્ર સ્વરૂપે કાળી છે, તો લોકો માટે જગત જનની.છતાં આજે ભારતમાં બળાત્કારની ઘટનાઓ એની ચરમ સીમા પર છે.એક રિપોર્ટ મુજબ ભારતમાં દર17 મિનિટે એક બળાત્કાર થાય છે પણ ક્યારેય આપણે એવું વિચાર્યું છે ખરું કે બળાત્કારનો ભોગ બનનારી મહિલા કોઈકની બહેન તો છે જ અને કોઈક ભાઈએ રક્ષા બંધનના દિવસે એની રક્ષા કરવા નું વચન આપ્યું તો હશે જ અને એવા જ કોઈ બહેનના ભાઈ એ બીજાની બહેનનો આવો ભોગ લીધો. આપણે એક મશીનની જેમ રક્ષાબંધનનો તહેવારતો ઉજવીએ છે પણ એ તહેવાર ઉજવવા પાછળનો આશય આપણે ભૂલી ગયા છે. મહાભારતમાં તો રક્ષા બંધનની લાજ રાખવા માટે શ્રીકૃષ્ણે દ્રૌપદીનું ચીર પૂર્યું હતું પણ આજે કળિયુગમાં એક બહેનની રક્ષા માટે નું વચન આપનાર ભાઈ બીજાની બહેનની લાજ લેતા પહેલા ક્ષણે વિચાર કરતો નથી.
ભારતમાં આજે પણ સમાજ પિતૃસત્તાક છે, જે પુરુષોને વધારે મહત્ત્વ આપે છે. સ્ત્રીઓને સામાન્ય રીતે બીજા વર્ગના નાગરિક માનવામાં આવે છે. છોકરીની ઇચ્છાઓ અને તેના મંતવ્યો છોકરાની જેમ મહત્ત્વના માનવામાં આવતાં નથી. સ્ત્રી શરૂઆતથી જ આધીન રહેવાનું શીખે છે, એવા પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે,જે ઘરમાં પતિનું પત્ની પર વર્ચસ્વ હોય, પતિ એ પત્નીને મારઝૂડ કરતો હોય, જે કુટુંબમાં છોકરી કરતા છોકરાને વધુ મહત્ત્વ અપાતું હોય, નાની નાની બાબતોમાં છોકરીને દબાવવામાં આવતી હોય અને છોકરાનો બચાવ કરવામાં આવતો હોય, તેવા કુટુંબમાં ઉછરેલ બાળકો મોટા થઈને સ્ત્રીઓ સાથે જબરદસ્તી વધુ કરે છે. યુનિસેફના ૨૦૧૨ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ભારતીય ૧૫થી ૧૯ વર્ષની વયના ૧૫.૫૭ ટકા છોકરાઓ અને ૫૩ ટકા છોકરીઓ, માને છે કે પત્નીને માર મારવી એ યોગ્ય છે. રાષ્ટ્રીય કુટુંબ-સ્વાસ્થ્ય સર્વેક્ષણના અહેવાલમાં કહેવાયું છે કે, સ્ત્રીઓની એક મોટી ટકાવારી તેમના પતિ દ્વારા કરવામાં આવતી મારપીટ માટે પોતાને દોષી ઠેરવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ સામે હિંસા સામાન્ય રીતે તેમના નજીકના કરવામાં આવતો હોય, તેવા કુટુંબમાં ઉછરેલ બાળકો મોટા થઈને સ્ત્રીઓ સાથે જબરદસ્તી વધુ કરે છે. છોકરીઓ અને સ્ત્રીઓ સામે હિંસા સામાન્ય રીતે તેમના નજીકના આસપાસના વિસ્તારમાં થાય છે. ભારતમાં તમામ બળાત્કારોમાં ૯૩% બળાત્કાર જાણીતા લોકો દ્વારા કરવામાં આવે છે. જેમાં કુટુંબના સભ્યો, મિત્રો, પડોશીઓ, નોકરીદાતાઓ અને ઓનલાઇન મિત્રો પણ હોઈ શકે છે. હવે તમે વિચારો કે આ બધામાં કોઈક ભાઈ તો હશે ને ? કોઈક ભાઈએ કોઈક બહેનને વચન તો આપ્યું જ હશે ને ?તો આપણે જયારે ભાઈ બહેનના પવિત્ર તહેવારને ઉજવીએ છે ત્યારે સ્ત્રી ને પણ એના જીવનનો હક્ક કે પછી એની સ્વત્રંત્રતા કેમ નથી આપતા ? કેમ આજે સ્ત્રી એ એની જાત ને પુરુષ સમોવડી બોલવું પડે છે ?
ચાલો બધી વાત છોડી દઈએ રક્ષા બધાં ઉજવનાર દરેક ભાઈ ને શું ખબર છે કે એ જેની રક્ષા કરવા નું વચન આપે છે એની રક્ષા એ કરી શકશે ? શું કોઈ ભાઈ ના દિલમાં એની બહેનને લઇ ને ડર નથી લાગતો ? કદાચ નહિ ચોક્કસ લાગે છે કેમકે પુરુષવાદી માનસિકતા ને ખબર જ છે કે બહાર સમાજમાં પુરુષો કેવા છે. આપણે જો ખરા અર્થંમાં રક્ષા બંધન ઉજવતા હોય કે ઉજવવા માંગતા હોય તો માત્ર જેને રાખડી બાંધીએ છે એ બહેનને જ નહિ કોઈ પણ સ્ત્રી ને પુરુષથી ક્યારેક ડરન લાગવો જોઈએ. ભારત માં બળાત્કારના કિસ્સાઓ ઘટી ને વિશ્વમાં સૌથી નીચલા સ્તરે હોવા જોઈએ.
આપણે જો ખરા અર્થમાં રક્ષા બંધન ઉજવવા માંગતા હોઈએ તો આપણે રક્ષા બંધન ઉજવતી વખતે એકપ્રણ એ પણ કરવો જોઈએ કે બીજું કોઈ કરે કે ન કરે પણ હું મહિલાઓને ક્યારેય પુરુષથી ડર લાગે એવી સ્થિતિનું નિર્માણ તો નહિ જ કરું. કેમકે સ્ત્રી એકલી હોયતો એ તક નથી, પણ જવાબદારી છે. જયારે આપણે આ શીખી જઈશું ત્યારે ખરા અર્થમાં રક્ષા બંધન ઉજવી એવું કહી શકાશે…!