રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સુરતમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે કતારગામમાં મહિલા ડોકટરે તેની માતા અને શિક્ષકા બહેનને ઇન્જેક્શન આપી તેણે જાતે વધુ પડતી ઊંઘની ગોળી ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને શિક્ષકા બહેનનું મોત નીપજ્યું હતુ.જયારે ડોક્ટરની સારવાર ચાલી રહી છે. મહિલા ડોક્ટર ડિપ્રેશનમાં રહેતી હતી. જોકે તેની માતા અને બહેન સાથે લાગણી હતી.તેથી બંનેને ઇન્જેકશન આપીને તેણે આ પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
સુરતમાં બનેલી ઘટનામાં ડોક્ટર મહિલાએ જ માતા અને બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપ્પા અને બાદમાં પોતે પણ ઝેર લીધું હતું. આ મામલે મહિલા તબીબ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો કેસમાં આપઘાતનું સાચું કારણ તો હજું સામે નથી આવ્યું. પરંતુ, પોલીસનું અનુમાન છેકે ઘરકંકાસમાં મહિલા તબીબે આ પગલું ભર્યું હોઇ શકે છે.
સમગ્ર મામલે પોલીસે કહ્યું છે કે, મહિલા તબીબ જીવનની ભાગદોડથી કંટાળી ગઇ હતી. અને, મહિલા તબીબની માતા અને બહેન તેમના પર જ નભતા હતા. અને, બંનેની સાથે તેમણે અતુટ લાગણીઓ હતી. સાથે જે તેમની સાથે જ તેમના ભાઇ અને ભાઇ પણ રહેતા હતા. ઘટના બની ત્યારે ભાઇ અને ભાઇ ગેરહાજર હતા. કારણ કે ભાઇ અને ભાઇ છેલ્લા 3 દિવસથી બહારગામ ગયા હતા. આ તકનો લાભ લઇને જ મહિલા તબીબે આ કૃત્ય કર્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.