રાજ્યમાં જવેલર્સની પ્રતીક હડતાળ, કઈ બાબતનો થઈ રહ્યો છે વિરોધ!

રાજ્યમાં જવેલર્સની પ્રતીક હડતાળ, કઈ બાબતનો થઈ રહ્યો છે વિરોધ!

0 0
Spread the love

Read Time:8 Minute, 23 Second
Views 🔥 રાજ્યમાં જવેલર્સની પ્રતીક હડતાળ, કઈ બાબતનો થઈ રહ્યો છે વિરોધ!

હોલમાર્કિંગની નવી પધ્ધતિનો વાસ્તવિક અમલ હાલના સંજોગો અને પરિસ્થિતિ ધ્યાને લેતા શકય જ નથી – જવેલરી ઉદ્યોગ પડી ભાંગવાની ગંભીર દહેશત

હોલમાર્કિંગની નવી પધ્ધતિના અમલના વિરોધમાં જવેલર્સવાળાઓની રાજયવ્યાપી પ્રતિક હડતાળ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના જવેલર્સવાળા પણ હડતાળમાં સમર્થન આપી જોડાયા
ગુજરાત જવેલર્સ એસોસીએશન અને અમદાવાદ જવેલર્સ એસોસીએશન દ્વારા તર્કબધ્ધ કારણો સાથે હોલમાર્કિંગની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને ઉદ્યોગમાં સર્જાયેલા અનિશ્ચતતાભર્યા વાતાવરણ અંગે સરકારનું ધ્યાન દોર્યું અને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી

પોતાની માંગણીઓ અને મહત્વના આ મુદ્દાઓને લઇ સંસદના સત્રમાં ચર્ચા ઉઠાવવામાં આવે તેવી પણ જવેલર્સ એસોસીએશન દ્વારા માંગ કરાઇ

જવેલરી ઉદ્યોગમાં માર્કિંગની પ્રક્રિયાની જૂની પધ્ધતિને જ ચાલુ રાખવા દેવા અને તાત્કાલિક અસરથી તેની મંજૂરી આપવા પણ માંગણી

અમદાવાદ,તા.23
દેશભરમાં તા.16 જુલાઈથી કેન્દ્ર સરકારે હોલમાર્ક અને HUID (હોલમાર્કિંગ યુનિક ID) નો કાયદો અમલી બનાવ્યો છે, જેના વિરોધમાં આજે ગુજરાત જવેલર્સ એસોસીએશન દ્વારા સરકારનું ધ્યાન દોરવા અને તેઓની માંગણીઓ પરત્વે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગણી સાથે આજે રાજયવ્પાપી એક દિવસની પ્રતિક હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના રાજયના વિવિધ જવેલર્સ પણ જોડાયા હતા. અમદાવાદમાં તમામ જવેલર્સવાળાઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી હડતાળને સમર્થન જારી કર્યુ હતું.
રત્ન અને જવેલરી ઉદ્યોગ પર તા.16મી જૂનથી ફરજિયાત હોલમાર્કિંગની નવી પ્રથા સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે ત્યારે ઘણી બધી બાબતો અને મુદ્દાઓને લઇ પ્રવર્તી રહેલી અસ્પષ્ટતા અને અસમંજસને લઇ હોલમાર્કિંગની આ નવી પધ્ધતિનો વાસ્તવિક અમલ શકય જ નહી હોવાનું જણાવી ગુજરાત જવેલર્સ એસોસીએશન અને અમદાવાદ જવેલર્સ એસોસીએશને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ ઉગ્ર માંગ ઉઠાવી છે કે, જવેલરી ઉદ્યોગમાં માર્કિંગની પ્રક્રિયાની જૂની પધ્ધતિને જ ચાલુ રાખવા દેવા અને તાત્કાલિક અસરથી તેની મંજૂરી આપવામાં આવે. ગુજરાત જવેલર્સ એસોસીએશન અને અમદાવાદ જવેલર્સ એસોસીએશન દ્વારા તર્કબધ્ધ કારણો સાથે હોલમાર્કિંગની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને ઉદ્યોગમાં સર્જાયેલા અનિશ્ચતતાભર્યા વાતાવરણ અંગે સરકારનું ધ્યાન દોર્યું અને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી છે. એટલું જ નહી, દેશમાં હાલ હોલમાર્કિંગ કેન્દ્રોની વર્તમાન નબળી ઉપલબ્ધતા સમગ્ર ભારતમાં ફરજિયાત હોલમાર્કિંગ શાસનના અમલીકરણને અશકય બનાવે છે અને જો તેમછતાં તેનું ફરજિયાતપણે અમલીકરણ કરાવવાનો પ્રયાસ કરાશે તો, સમગ્ર જવેલરી ઉદ્યોગ અને આર્થિક વ્યવહારોને ખોરવી નાંખશે અને ઉદ્યોગ પડી ભાંગશે એવી ગંભીર દહેશત પણ એસોસીએશન તરફથી વ્યકત કરવામાં આવી છે.
ગુજરાત જવેલર્સ એસોસીએશન અને અમદાવાદ જવેલર્સ એસોસીએશન તરફથી પોતાની વિવિધ માંગણીઓમાં જણાવાયુ છે કે, હોલમાર્કિંગ વપરાશકારોની ખરીદી(પોઇન્ટ ઓફ સેલ) પર લાગુ થવુ જોઇએ. આમ કરવું એ વેપારમાં સરળતા અને જવેલર્સને બિનજરૂરી હેરાનગતિ અને જવેલરી ઉદ્યોગના આર્થિક વ્યવહારો માટે મહત્વપૂર્ણ છે. સામાન્ય સંજોગોમાં રાજકીય ગુના માટે નોંધણી રદ કરવાની જોગવાઇ જવેલર્સ ઉદ્યોગ માટે હાનિકારક બનશે અને લાખો લોકોની આજીવિકાને અસર કરશે. પરિણામે બેરોજગારી પણ વધશે. આ લાયસન્સ રાજ એમએસએમઇ સેકટર માટે સોફ્ટ ટાર્ગેટ બની રહેશે અને તેથી ઝવેરીઓની નોંધણી રદ થવી જોઇએ નહી.
ગુજરાત જવેલર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી ઝવેરભાઇ ઝવેરી અને અમદાવાદ જવેલર્સ એસોસીએશનના પ્રમુખ જીગરભાઇ સોનીએ જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષથી હોલમાર્કિગં સીસ્ટમ સરળતાથી ચાલી રહી હતી અને વેપારીઓ અને ગ્રાહકો દ્વારા ખૂબ જ સારી રીતે સ્વીકારવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થામાં ફરજિયાત અમલ હેઠળ યોગ્ય વિચારણા વગર ફેરફાર કરવામાં આવ્યો છે અને નવી પ્રથા અમલી બનાવાઇ છે, જેને લઇ જવેલર્સ ઉદ્યોગના વ્યવસાયિકોને બહુ ગંભીર તકલીફો પડી રહી છે. વ્યવસાયિકોની કાર્યક્ષમતા ઘટીને દસ-પંદર ટકા થઇ ગઇ છે અને વ્યવસાય જાણે થંભી ગયો છે. નવી માર્કિંગ પ્રક્રિયાના અમલથી ખર્ચમાં વધારો થશે અને શુધ્ધતાની ખાતરી કરવાનો બીઆઇએસનો ઉદ્દેશ સાકાર થશે નહી. જેથી માર્કિંગ પ્રક્રિયાની જૂની પધ્ધતિને જ તાત્કાલિક અસરથી મંજૂરી આપવી જોઇએ.
એસોસીએશને નવી જોગવાઇઓમાં અધિકારીઓને આપવામાં આવેલી વ્યાપક સત્તાઓ અને દંડની જોગવાઇઓનો પણ વિરોધ કર્યો છે અને દંડની જોગવાઇઓ રાજકીય ઢબની હોવી જોઇએ. ફોજદારી કાર્યવાહીના અન્ય તમામ તત્વોને દૂર કરવા એસોસીએશને માંગ કરી છે.
એસોસીએશને સૌથી મહત્વના મુદ્દા પરત્વે ધ્યાન દોર્યું કે, હોલમાર્કિંગની નવી પધ્ધતિનો અમલ કરાવવા માટે દેશભરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને સેન્ટરો જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, તેથી તેની અમલવારી શકય જ નથી. એક અંદાજ મુજબ, ભારતમાં દર વર્ષે 10-12 કરોડ મુદ્દા બનાવવામા આવે છે. વધુમાં, લગભગ ચારથી પાંચ કરોડના વર્તમાન સ્ટોક મુદ્દા હજુ હોલમાર્ક કરવાના બાકી છે ત્યારે જો એક વર્ષમાં હોલમાર્ક કરવા માટેના મુદ્દાની કુલ ગણતરી 14થી 15 કરોડ થાય છે. હોલમાર્કિંગ કેન્દ્રોની વર્તમાન ઝડપ-ક્ષમતા એક દિવસના લગભગ એક લાખ મુદ્દા છે. આ ઝડપે ચાલુ વર્ષના ઉત્પાદનને પહોંચી વળવા માટે લગભગ 1400 દિવસ અથવા ચારથી પાંચ વર્ષ જેટલો સમય લાગશે. જો માર્કિંગ સ્પીડ દરરોજ બે લાખ સુધી બમણી થઇ જાય તો પણ દેશમાં વર્તમાન ભાગોને માર્કિંગ કરવામાં હજુ બે વર્ષ જેટલો સમય લાગશે. હોલમાર્કિંગ કેન્દ્રોની વર્તમાન નબળી ઉપલબ્ધતા સમગ્ર ભારતમાં ફરજિયાત હોલમાર્કિંગ શાસનના અમલીકરણને અશકય બનાવે છે. આ સમગ્ર ઉદ્યોગ અને આર્થિક વ્યવહારોને ખોરવી નાંખશે અને લાખો લોકોની આજીવિકા છીનવાઇ જશે. આ સંજોગોમાં પાંચ હજાર વર્ષ જૂના જવેલરી ઉદ્યોગને બચાવવા માટે આ સમગ્ર મુદ્દાઓની સંસદીય સત્રમાં ઉઠાવી તેના પર હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ પણ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

રાજ્યમાં જવેલર્સની પ્રતીક હડતાળ, કઈ બાબતનો થઈ રહ્યો છે વિરોધ!

સુરતમાં મહિલા ડોકટરે પોતાની માતા અને બહેનને ઝેરી ઈન્જેકશન આપ્યા, પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ, 2 ના મોત,

રાજ્યમાં જવેલર્સની પ્રતીક હડતાળ, કઈ બાબતનો થઈ રહ્યો છે વિરોધ!

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ મુદ્દે ટ્રાફિક બ્રિગેડમાં 700 જવાનોની ભરતી પ્રક્રિયા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.