રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 677 બીન હથિયારી ASI ને 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 677 બીન હથિયારી ASI ને 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,
Views: 57
0 0
Spread the love
Read Time:2 Minute, 18 Second
Views 🔥 web counter

આ નિર્ણયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રડ બનશે,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

           ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રડ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક કરી શકાય તે હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યના ૬૭૭ બિનહથિયારી ASI ને હંગામી ધોરણે ૧૧ માસ માટે PSI તરીકે  એડહોક પ્રમોશન આપવા માટેનો નિર્ણય લેવાય છે.

      મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બિનહથિયારી ASI ને ગુજરાત પોલીસ મેન્યુઅલ માં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઈ છે.અને તે મુજબ બિનહથિયારી ASI ને 11 મહિના થી વધે નહીં તે રીતે હંગામી ધોરણે પી.એસ.આઇ તરીકે એડહોક પ્રમોશન અપાશે.

   ગુન્હાની તપાસ તેને લગતા સાધનિક કાગળો તૈયાર કરવાની કામગીરી, નિવેદનો મેળવવા, મોઢાની સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવા, કેસની તપાસ કરવામાં તથા નામદાર કોર્ટમાં મુદત સમયે હાજરી આપવામાં પીએસઆઇ ની ભૂમિકા ચાવીરૂપ હોય છે. વધુમાં પી.એસ.આઇ ની સેવાઓ  કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત કુદરતી આપત્તિ તથા રાજ્યની મુલાકાતે આવતા મહાનુભાવોની સુરક્ષા અને સલામતી માટે પણ ખૂબજ મહત્વની બને છે.
  આ નિર્ણયના ફળસ્વરૂપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે, તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણને અટકાવવા રાત દિવસ સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓને તેઓ ની ફરજો વધુ ઉત્સાહ પૂર્વક બજાવવાની પ્રેરણા મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »