રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી સામે આવી છે. આ જાણકારી આપને ખુબ લાભદાયક સાબિત થશે. ગયા વર્ષથી આપણે મહામારીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આ વાયરસને કારણે કેટલાક લોકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે.
હાલમાં, કેસોમાં ખુબ ઘટાડો નોંધાયો છે પણ ખતરો હજુ પણ ટળ્યો નથી પણ એક એવી વસ્તુ પણ છે કે, જે લોકોને વાયરસથી ખૂબ હેરાન કરે છે.
હા, અમે અહીં કોરોના કોલર ટ્યુન અંગેની વાત જણાવી રહ્યા છીએ. આપણે કોઈપણ વ્યક્તિને કોલ કરીએ ત્યારે ખુબ સારી કોલર ટ્યુન સાંભળવી ગમે છે પણ ગયા વર્ષથી આપણે મહિલાના અવાજમાં કોલર ટ્યુન સાંભળતા અઆવીએ છીએ કે, જેણે તમામ લોકોને પરેશાન કરી મુક્યા છે.
બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કોલર ટ્યુન પણ સાંભળવા મળતી હતી પણ તેને દૂર કરી દેવામાં આવી હતી પણ ત્રીજી લહેરને ધ્યાનમાં લઈ ફરી એકવખત મહિલાનો અવાજ સંભળાવા લાગ્યો છે. કેટલાક લોકો તેને જાગૃતિનું પગલું ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને બંધ કરવાની રીત શોધી રહ્યા છે.
BSNL પર કેવી રીતે બંધ થાય:
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના પ્રીપેડ તથા પોસ્ટપેડ યુઝર્સ તેમના મોબાઇલ પર કોરોના વાયરસ મેસેજ બંધ કરી શકે છે. આની માટે તમારે UNSUB તથા 56700 અથવા 56799 પર મેસેજ મોકલવો પડશે. ત્યારબાદ તમને કન્ફર્મેશન મેસેજ પણ મળશે.
જિયો પર કેવી રીતે બંધ કરવું:
Jio યુઝર્સ તેમના ફોન નંબર પરથી STOP મોકલીને 155223 પર મેસેજ કરી શકે છે. કન્ફર્મેશન મેસેજ મળ્યા બાદથી તમારી કોલર ટ્યુન સંપૂર્ણપણે બંધ થઈ જશે.
એરટેલ પર કેવી રીતે બંધ કરવું:
એરટેલ યુઝર્સ 144 પર CANCT મેસેજ મોકલીને કોલર ટ્યુન બંધ કરી શકે છે. ત્યારપછી તેની પુષ્ટિ કરવા માટે તેમના નંબર પર એક મેસેજ પણ આવશે.
હંમેશા માટે કેવી રીતે બંધ કરવું:
આ યુક્તિનો ઉપયોગ કરીને તમે મેસેજને પ્લે થવાથી અટકાવી શકો છો. જો કે, તે સંપૂર્ણપણે બંધ થશે નહીં તેમજ આગલી વખતે જ્યારે તમે કોલ કરો ત્યારે તે ચાલશે. તમે વોટ્સએપ, ગૂગલ ડ્યુઓ, ફેસબુક મેસેન્જર અથવા તો બીજાને સંપૂર્ણપણે બંધ કરવા માટે કોલ કરવાનું વિચારી શકો છો. જેમા કોલની શરૂઆતમાં કોલર ટ્યુન સાંભળવા મળતી નથી.
આ રીતે પણ કરી શકો છો ઉપયોગ:
આની માટે તમારે પહેલા નંબર ડાયલ કરવો પડશે તેમજ પછી કોરોના વાયરસ અલર્ટ મેસેજની શરૂ થતાંની સાથે જ તમારે 1 દબાવવું પડશે. કોલર 1 દબાવતાની સાથે કોરોના કોલર ટ્યુન આપમેળે બંધ થઈ જશે. તમે સામાન્ય કોલર ટ્યુન સાંભળશો.
આરોગ્ય મંત્રાલએ આ મેસેજ લોકોને આપે તેના માટે આદેશ અપાયો હતો. આ ઓર્ડરની મદદથી લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવામાં આવે છે કે, જેને લીધે લોકો તેમના ચહેરા પર માસ્ક પહેરે, જ્યારે ઉધરસ આવે ત્યારે તેમના મોં પર કાપડ હોય. આ કોલર ટ્યુનમાં જણાવાયુ છે કે, તમારે હંમેશા હેંડ સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. આની સિવાય તમામ અન્ય વ્યક્તિથી 2 ફૂટનું અંતર રાખવું.