કૃષ્ણનગર પોલીસ ચોકી પાસેની ઘટના, મોડી રાત્રે થયો હૂમલો
ત્રણ ઘાયલ, તીક્ષ્ણ હથિયારથી થયો હુમલો
અમદાવાદ:
અમદાવાદ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જાય છે. વિશેષ કરીને પૂર્વ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યો છે. એટલું જ નહીં ખુલ્લેઆમ પોતાના શુરાતન ને મોબાઈલ સ્ટેટ્સ અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવે છે. અને જગ જાહેર ધમકીઓ આપી પોતાનું ગુંદરાજ સ્થાપિત કરતા હોય તેવી હાલત અમદાવાદ પૂર્વ વિસ્તારમાં થઈ રહી છે.
વારંવાર મારપીટ ગેંગવોર થવી તે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે કૃષ્ણનગર વિસ્તારમાં ત્રણ યુવકો ઉપર તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરીને દોડાવી દોડાવીને મારવામાં આવ્યા અને ત્યાર બાદ અસામાજિક તત્વોએ પોતાના કાળાકામ જાણે પરાક્રમ કર્યું હોય તેમ મોબાઈલ સ્ટેટ્સ પર મુક્યા અને ચેતવણી સાથે અન્ય લોકોને ધમકી પણ આપી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નિકુંજ નાગર તેમના મિત્રો નિખિલ દોશી અને હાર્દિક શેઠ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટી પાસે ઉભા હતા અને પોતાના મિત્ર વિક્રમ રાઠોડની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્રણેય યુવાનો ઉપર રાહુલ શાલી, ચિરાગ પ્રજાપતિ અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ દ્વારા નિકુંજ, નિખિલ અને હાર્દિક પર હુમલો કર્યો અને દોડાવી દોડાવીને માર માર્યો અને સમગ્ર વિસ્તારમાં ભયજનક માહોલ ઉભો કર્યો. અને હિંસક હુમલો કરી રાહુલ, ચિરાગ અને અન્ય અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયા. જ્યારે ઘાયલ થયેલા નિકુંજ, નિખિલ અને હાર્દિક ને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા.
હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ દ્વારા પોતાના મોબાઈલ સ્ટેટમાં ત્રણેય ઘાયલ યુવાનોના ફોટા અને સાથે ધમકી લખી કે અમે આ નિકુંજ, નિખિલ અને હાર્દિકને દોડાવી દોડાવીને કૂતરાની માફક માર્યા છે.અને હજી પણ માર મારીશું બધાનો વારો આવશે કોઈને છોડવામાં નહીં આવે.
સમગ્ર ઘટના બાદ પોલીસે ઘાયલ ત્રણેય યુવાનોની ફરિયાદ દાખલ કરી રાહુલ, ચિરાગ અને અન્ય અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.