Read Time:1 Minute, 11 Second
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમુદાયને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું,
‘શિક્ષક દિવસ નિમિત્તે સમગ્ર શિક્ષક સમુદાયને અભિનંદન જેમણે હંમેશા યુવાનોમાં બૌદ્ધિક ક્ષમતાના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ ખૂબ પ્રશંસનીય છે કે શિક્ષકોએ કેવી રીતે નવાચાર અપનાવ્યો અને સુનિશ્ચિત કર્યુ કે કોવિડ-19ના સમયમાં પણ વિદ્યાર્થીઓની શિક્ષણ યાત્રા યથાવત્ રીતે ચાલતી રહે.
હું ડો. એસ રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું અને તેમની વિશિષ્ટ વિદ્વતા અને દેશ માટે તેમના યોગદાનનું સ્મરણ કરૂં છું.’