વાલીઓ માટે ચિંતાના સમાચાર
ઉધનાની શાળામાં બે વિધાર્થીઓ કોરોના પોઝીટીવ
શાળા સાત દીવસ માટે બંધ કરાવવામાં આવી
ધોરણ નવમા અભ્યાસ કરતા વિધાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો
બંને વિધાર્થીઓને ક્વોરોન્ટાઇન કરાયા
રેપીડ ટેસ્ટ દરમ્યાન વિધાર્થી પોઝીટીવ
પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવી
બંને વિધાર્થીઓને ક્વોરોન્ટાઇન કરાય
શાળા શરૂ થતાં જ વિધાર્થીઓ પોઝીટીવ આવતા સંચાલકો અને વાલીઓ મુકાયા મુંઝવણમાં
રાજ્યમાં સ્કૂલો શરૂ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે.બીજી તરફ નિષ્ણાંતો પણ કોરોનાની ત્રીજી લહેર અંગે ચિંતા પણ જતાવી ચૂક્યા છે. દેશના કેટલાક ભાગોમાં કોરોનાના ઘાતક પંજાએ ફરીથી માથું ઉચક્યું છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના સુરત શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. જેમાં સુરતના ઉધના વિસ્તારની શાળામાં બે વિધાર્થીઓનો રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા વાલીઓમાં ચિંતાની લહેર દોડી ગઈ છે.
ધોરણ નવમા અભ્યાસ કરતા વિધાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ દરમ્યાન વિધાર્થી પોઝીટીવ આવતા હાલ બન્ને વિદ્યાર્થીઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવી છે.