‘મૈં હું મુકેશ અંબાની કા દામાદ, મુજે જેડ પ્લસ સુરક્ષા ચાહિએ…’ આ શબ્દો છે એક યુવકના જેણે મિર્ઝાપુરના DIG પાસે યુવાનની વિચિત્ર માંગણી કરી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો.
https://youtu.be/DtS8qI9pr4M
ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં એક યુવકની વિચિત્ર માંગણી કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવક પોતાને રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના જમાઈ હોવાનું કહી ટૂંક સમયમાં લગ્ન થશે તેવો દાવો કરે છે. જો કે બાદમાં પોલીસે યુવકને સમજાવી પોતાના ઘરે મોકલી દીધો હતો. યુવક પોતે માનસિક રીતે બિમાર હોવાનું જાણવા મળ્યું છે.
મિર્ઝાપુરના ડીઆઇજી પાસે એક યુવાન આવ્યો તેણે કહ્યું કે હું રિલાયન્સના માલિક મુકેશ અંબાણીનો જમાઇ છું. મને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવે. આવે વિચિત્ર માગ સાંભળીને એકવાર તો અધિકારી પણ ચોંકી ગયા હતા પરંતુ થોડીવારની વાતચીત પછી હકીકત સામે આવી ગઇ હતી.
ઉત્તરપ્રદેશના મિરઝાપુરના જિગના પોલીસ સ્ટેશન વિસ્તારના ખૈરા ગામનો એક યુવાન ડીઆઇજી પાસે પહોંચી ગયો હતો. તેણે તેનું નામ ડો. રવિ શ્યામ દ્વિવેદી જણાવ્યું હતું. તેણે કહ્યું કે તે રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીનો જમાઇ છું. તેમની દીકરી સાથે મારા લગ્ન થવાના છે. મને ઝેડ પ્લસ સિક્યોરિટીની સુવિધા આપવામાં આવે. સિક્યોરિટી માગવા પાછળના કારણમાં તેણે કહ્યું કે રિલાયન્સ કંપની ઉત્તરપ્રદેશમાં કરોડો રૂપિયાનુ મૂડીરોકાણ કરવા માગે છે. તેઓ એરપોર્ટ, રેડિયો અને ગ્રીન ફિલ્ડમાં રોકાણ કરવાના છે. તેઓ થોડા સમય પછી ઉત્તરપ્રદેશની મુલાકાત માટે આવવાના છે. મારી ઉપર એકવાર હુમલો થઇ ચૂક્યો છે. એટલે મને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવે.
તેણે કહ્યું કે આ અગાઉ તેણે ઘણા અધિકારીઓને આ વિશે વાત કરી હતી પરંતુ તેમણે કોઇ કાર્યવાહી ન કરતા ડીઆઇજી પાસે પહોંચવું પડ્યું છે. તેમજ તેણે આ અંગે તેમની વાત વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે થઇ ચૂકી છે. તેણે અંબાણી પરિવારના બધા લોકોના નામો પણ આપ્યા.
જ્યારે પત્રકારોએ તેને પૂછ્યું કે તેઓ કેવી રીતે માને કે તે મુકેશ અંબાણીનો જમાઇ છે. તો તેણે કહ્યું કે તમે ફોન કરીને પૂછી લો. પત્રકારોએ કહ્યું કે તું કેમ ફોન નથી કરતો તો તેણે કહ્યું કે સિક્યોરિટીના કારણથી તેનો સ્માર્ટ ફોન બંધ કર્યો છે એટલે 2 જી ફોન ઉપયોગ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તમે જ મુકેશ અંબાણીની કંપનીમાં ફોન કરીને તપાસ કરી શકો છે. ડીઆઇજીએ આ વ્યક્તિની વાત શાંતિથી સાંભળી અને પછી તેમને ખબર પડી કે આ યુવક માનસિક રૂપે અસ્થિર છે એટલે તેને શાંતિથી સમજાવીને મોકલી આપવામાં આવ્યો.