વિજય રૂપાણીના રાજીનામા મુદ્દે કોંગ્રેસ ભાજપ પર લગાવ્યો ગંભીર આક્ષેપ: પ્રજાને છેતરવાનો પ્લાન ગણાવ્યો
અમદાવાદઃ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત સુધી તેઓ ગુજરાનતા કેયર ટેકર મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. વિજય રૂપાણીના અચાનક રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે. કોંગ્રેસે વિજય રૂપાણીના રાજીનામાને ભાજપની લોકોને છેતરવાની એક ચાલ ગણાવી છે. કોંગ્રેસના મોટા નેતાઓએ શું પ્રતિક્રિયા આપી તેના અંગે વાતી કરીએ.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, વિજયભાઇ જેવા સરળ માણસને ભાજપે અધવચ્ચે રાજીનામું આપવ્યું છે. મુખ્યમંત્રીનું રાજીનામું એલટે સીધી વાત છે કે, ભાજપ સરકારની નિષ્ફળતા. ભાજપ ભલે ચહેરો બદલી રહી હોય પણ પોતાની રીતી નીતિ નહી. વિજય રૂપાણીનું રાજીનામું એટલે ભાજપની આંતરિક લડાઇનો એકરાર. વિજયભાઇનું રાજીનામું સત્તા અને સંગઠન વચ્ચેની લડાઇનું પ્રતિબિંબ છે. ભાજપની તમામ મોરચે નિષ્ફળતાનો આ એકરાર છે. વિજય રૂપાણીની સરકાર માત્ર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. પરંતુ કોરાના મહામારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સીધા જવાબદાર છે. કોરોના સમયે ભાજપે મુખ્યમંત્રીને તાળી અને થાળી વગાડવામાં વ્યસ્ત રાખી લોકોને મોતના મુખમાં ધકેલવા દીધા.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતં કે, ગુજરાતના તમામ વર્ગના લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે. ભાજપ સરકારમાં ગુજરાતઓ હાડમારીનો સામનો કરી રહ્યાં છે. નિષ્ફળતા છુપાવવા ભાજપે રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઇનું રાજીનામું લીધું છે. આનંદીબેન બાદ વિજયભાઇનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું અધવચ્ચેથી લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષની ઉજવણી વખતે જ નક્કી હતું કે, વાજતે ગાજતે વિદાય થઇ રહી છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રૂપાણી સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર હતી. એક રિમોટ કંટ્રોલ દિલ્હીમાં અને બીજુ રિમોટ કંટ્રોલ પાટીલના હાથમાં હતું. કોરોનામાં મૃત્યુ, ધંધા, બેકારી, શિક્ષણ વ્યવસ્થા તુટી ગઇ છે. હકીકતમાં ભાજપ પક્ષ જ નિષ્ફળ ગયો છે. આનંદીબેન બાદ વિજયભાઇનું પણ રાજીનામું લેવાયું છે. માત્ર મુખ્યમંત્રીને જ નહી પરંતુ આખી સરકાર નિષ્ફળ નિવડી છે. સરકારને બરખાસ્ત કરવી જોઇએ તેમ મોઢવાડિયાએ જણાવ્યું હતું. ભાજપ સરકારથી સમગ્ર ગુજરાતની જનતા ત્રાસી ગઇ છે. જનમત જાણવા માટે ફરી ચૂંટણી કરાવવી જરૂરી છે તેવી મોઢવાડિયાએ માંગ કરી હતી.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની મુખ્યમંત્રીને લઇ એક જૂની પોસ્ટ વાયરલ થઇ. રહી છે. આ પોસ્ટ તેમણે મે 2021માં કરી હતી. જેમાં તેમણે ભાજપની સ્ટ્રેટેજી અંગે મોટી વાત કરી છે. ભરતસિંહ મુખ્યમમંત્રીના રાજીનામા બાદ જણાવ્યું હતું કે, ભાજપ લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. તમામ ક્ષેત્રમાં નિષ્ફળ જતા હવે મુખ્યમંત્રી બદલીને નવા ચહેરાના નામ પર વિધાનસભાની ચૂંટણીઓમાં લોકો પાસે મત માંગવા માટે જશે. કોરોનામાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા હવે માત્ર વિજય રૂપાણીના માથે ઢોળી તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે. ભાજપે 2017માં પણ આ રીત અપનાવી હતી. આનંદીબેનનું રાજીનામું લઇ વિજયભાઇને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે વિજયભાઇનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. ભાજપ લોકોની આંખમાં ધૂળ નાખવા અને પોતાની નિષ્ફળતા બીજા પર નાખવામાં માહેર છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનું રાજીનામું એ ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવાયેલો નિર્ણય છે. વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ છે. કોરોનાના સમયગાળા દરમિયાન ઓક્સિજનનો અભાવ, મૃતદેહ, હોસ્પટલમાં બેડના મળવો જેવી સ્થિતિથી ગુજરાતની છબીને કલંકિત કરવામાં આવી છે. જનતાની ભારે નારાજગીથી ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. પરંતુ વાસ્તવિક પરિવર્તન ચૂંટણી પછી આવશે