છાતીમાં દુખાવો થતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
અમદાવાદ: બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અચાનક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જિગ્નેશ મેવાણીને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જિગ્નેશ મેવાણીની તબિયત સ્થિર છે. ડૉક્ટર તેમણે વધુ આરામ કરવાની સલાહ આપી છે. અને થોડા દિવસ ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવાનો યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા બે ચાર દિવસથી જિગ્નેશ મેવાણીની તબિયત નાદુરસ્ત હતી. જે બાદ આજે સાંજના સુમારે છાતીમાં વધુ પડતો દુખાવો થવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોકટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.
ક્રિકેટ મેચ રાખો 6 ઓવરનો સ્પેલ નાખીશ
જીગ્નેશ મેવાણીને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાના સમાચારથી જીગ્નેશ મેવાણી સમર્થકોમાં ચિંતા વ્યાપી હતી. જ્યારે જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી જાણકારી આપી કે રૂટિન ટેસ્ટ માટે આવ્યો છું. એકદમ સ્વસ્થ મજબૂત અને લાકડતોડ છું. સાંજે ટેનિસ ઉપર મેચ રખાવો ૬ ઓવરનો સ્પેલ નાખીશ…