પોલીસ ઇન્સ્પેકટર ભરતીમાં થયા ડોપિંગ ટેસ્ટ
ગાંધીનગર : ડોપિંગ ટેસ્ટ બાબતે હાલ સૌ કોઈ જાણતા હશે. મોટા ભાગે રમત જગતની સ્પર્ધાઓમાં ખેલાડીઓના ડોપિંગ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે હવે છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યમાં પણ સરકારી નોકરી માટે ડોપિંગ ટેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધી 1100 જેટલા કર્મચારીઓના કરવામાં આવ્યા ડોપિંગ ટેસ્ટ.
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સંપર્ક કરવામાં આવ્યો અને આયોજિત બિન હથિયારધારી પોલીસ ઇન્સપેક્ટર વર્ગ 2ની ભરતી માટે 2020માં ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ખાતે યોજાયેલ ભરતીમાં 300 જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સપેક્ટરની શારીરિક કસોટીમાં યુરિન સેમ્પલ લેવામાં આવ્યા. ત્યાર બાદ 2021માં કડી ખાતે યોજાયેલ બિન હથિયારધારી પોલીસ ઇન્સપેક્ટરની ભરતીમાં પણ 1000 યુરિન સેમ્પલ લેવાનું નક્કી કરવામાં આવ્યું અને 800 જેટલા યુરિન સેમ્પલ લેવામાં આવ્યા. અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા.
ડોપિંગ ટેસ્ટ કેમ….
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે કોઈપણ ઉમેદવાર ફીઝીકલ પરીક્ષા પાસ કરવા માટે અને પોતાની શારીરિક ક્ષમતા વધારવા માટે કોઈપણ પ્રકારના દવાઓ કે ડ્રગનો ઉપયોગ તો નથી કરતો ને…
કેવા પ્રકારના ટેસ્ટ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યા.
ટેટ્રાહાઇડ્રોકાનાબીનોલ ( Tetrahydrocannabinol )
એમ્ફેટામાઇન ( Amphetamine )
બાર્બિટ્યુરેટ્સ ( Barbiturates )
બેન્ઝોડિએઝેપિન ( Benzodiazepine )
કોકેન ( Cocaine )
ઓપીએટ્સ ( Opiates )
NFSU ખાતે એકત્ર કરવામાં આવેલ 1100 જેટલા યુરિન સેમ્પલમાં એકપણ ટેસ્ટ પોઝીટીવ આવ્યો નથી. પરંતુ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે બિન હથિયારધારી પોલીસ ઇન્સપેક્ટરની ભરતીમાં કરવામાં આવેલા ડોપિંગ ટેસ્ટ બાદ બીજા અન્ય ક્ષેત્રના શારીરિક ક્ષમતાવાળી સરકારી કર્મચારીઓની ભરતીમાં પણ ફરજીયાત ડોપિંગ ટેસ્ટ કરે તો નવાઈ નહીં…