કાશ્મીરમાં કેમ ફરી હિન્દુઓને નિશાન કેમ બનાવી રહ્યા છે આંતકવાદીઓ ?
કાશ્મીર : છેલ્લા 5 દિવસમાં કાશ્મીર ખીણમાં 7 નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી ચાર લઘુમતી સમુદાયના છે. જેમાંથી છનાં મોત શ્રીનગર શહેરમાં જ થયા છે. પાકિસ્તાનના ઈશારે કામ કરતા આંતકીઓ, કાશ્મીરમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો અને સાંપ્રદાયિકતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જમ્મુ કાશ્મીર માટેની કલમ 370 નાબૂદ કર્યા પછી, કાશ્મીર ખીણમાં સતત બદલાતું વાતાવરણ અને કાશ્મીરી પંડિતોની પાછા લાવવાની સ્થિતિમાં સુધારાથી, પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ ફરી એકવાર અહીં હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું છે કે તાજેતરમાં સામાન્ય લોકોને, ખાસ કરીને ખીણના લઘુમતી સમુદાયને નિશાન બનાવવા પાછળ આતંકવાદીઓનો હેતુ ભયનું વાતાવરણ ઉભું કરવાનો અને કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો છે.
કોમી વયમનસ્ય ફેલાવવાનો કારસો
કાશ્મીર ના DGP દિલબાગ સિંહે કહ્યું, કે “કાશ્મીરમાં થોડા દિવસોથી સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ બર્બર છે. નિર્દોષ લોકો કે જેઓ સમાજ માટે કામ કરી રહ્યા છે અને જેમનું કોઈની સાથે કોઈ લેવાદેવા નથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાંપ્રદાયિક રંગ આપીને આંતકીઓ ભયનું વાતાવરણ ઉભું કરવાનો અને સાંપ્રદાયિકતાને ખલેલ પહોંચાડવાનો આ પ્રયાસ છે. આજે બે હિન્દુ શિક્ષકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યનો સમાવેશ થાય છે. છેલ્લા 5 દિવસમાં કાશ્મીર ખીણમાં 7 નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી ચાર લઘુમતી સમુદાયના છે. જેમાંથી છનાં મોત શ્રીનગર શહેરમાં જ થયા છે.
સમગ્ર મામલે તપાસમાં મોટું ષડયંત્ર આવે તો નવાઈ નહિ
DGP દિલબાગ સિંહે કહ્યું કે જે લોકો માનવતા, ભાઈચારો, સ્થાનિક સંસ્કૃતિ અને મૂલ્યોને નિશાન બનાવી રહ્યા છે, તેમના ચહેરા ટૂંક સમયમાં ખુલ્લા થઈ જશે. તેમણે કહ્યું કે, અમે એક પછી એક થઈ રહેલા હુમલાઓમાં માર્યા ગયેલા નાગરિકો પ્રત્યે અફસોસ છે. અમે ભૂતકાળના કેસો પર કામ કરી રહ્યા છીએ અને શ્રીનગર પોલીસને ઘણી લીડ મળી છે. અમે આ બર્બર હુમલાઓ કરનારાઓ લોકો સુધી પહોંચીશું. મને ખાતરી છે કે પોલીસ તેમનો ચહેરો ખુલ્લો પાડશે.
આતંકીઓ પાકિસ્તાનના ઈશારે કરી રહ્યા છે કામ
DGP દિલબાગ સિંહે ભારપૂર્વક કહ્યું કે આ હુમલા કાશ્મીરના મુસ્લિમ સમુદાયને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનની સૂચનાઓ પર કામ કરી રહ્યા છે અને કાશ્મીર ખીણમાં શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. “આતંકીઓ આતંકવાદી છે અને તેઓ પાકિસ્તાનમાં સરહદ પાર બેઠેલી એજન્સીઓના ઈશારા પર કાર્ય કરી રહ્યા છે. જેથી કાશ્મીરને અશાંત રાખવામાં આવે અને કાશ્મીરની શાંતિના માર્ગમાં અવરોધો ઉભા કરીને તેમનુ ધાર્યુ કરી શકે. મને ખાતરી છે કે કાશ્મીરના લોકો આતંકીઓને ષડયંત્રમાં સફળ થવા દેશે નહીં. અમે સાથે મળીને કામ કરીશું અને તેમની ભાગલા પાડવાની યોજનાને નિષ્ફળ બનાવીશું.