સુરત પોલીસની નાક નીચે ચાલતી હતી ડ્રગ્સ લેબોરેટરી, ડ્રગ્સનો બંધાણી કેવી રીતે બની ગયો સોદાગર?

0
સુરત પોલીસની નાક નીચે ચાલતી હતી ડ્રગ્સ લેબોરેટરી, ડ્રગ્સનો બંધાણી કેવી રીતે બની ગયો સોદાગર?
Views: 98
0 0
Spread the love

Read Time:3 Minute, 10 Second
Views 🔥 સુરત પોલીસની નાક નીચે ચાલતી હતી ડ્રગ્સ લેબોરેટરી, ડ્રગ્સનો બંધાણી કેવી રીતે બની ગયો સોદાગર?


સુરત :ગુજરાત ડ્રગ્સની નગરી બની રહી છે. ગુજરાતમાં રોજ ક્યાંકને ક્યાંક ડ્રગ્સ વેચાઈ રહ્યુ છે. સુરતમાં તાજેતરમાં જ 5.85 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયુ હતું. ત્યારે એમડી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીને ઝડપી લીધો છે. 5.85 લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાની પેડલર ઝડપાયા બાદ તે જેને ડ્રગ્સ આપવા આવ્યો હતો. તે જૈમીન સવાણી પણ ઝડપાયો છે. એટલુ જ નહિ, સુરતમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પણ પકડાઈ છે. જૈમીન અગાઉ પણ નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ આરોપી છે. 

સુરતમાં પકડાયેલા 5.85 લાખના ડ્રગ્સ કેસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. સુરતમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પકડાઈ છે. પોલીસે જૈમીન સવાણીની સાથે સાથે તેણે ડ્રગ્સ બનાવવા માટે શરૂ કરેલી લેબોરેટરી અને તેના સેટ અપ સહિતનો સામાન ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ડ્રગ બનાવવાનો 22 કિલો 500 ગ્રામ કાચો માલ અને બે કેમિકલ મળી આવ્યા છે. સાથે જ લેબોરેટરીમાંથી અનેક ઉપકરણો મળી આવ્યા છે. લોકડાઉનમાં જૈમીનને ડ્રગ્સની લત લાગી હતી. તે ઓનલાઈન ડ્રેસ મટીરિયલ વેચવાનો બિઝનેસ કરતો હતો. પરંતુ લોકડાઉનમાં ધંધો બંધ પડતા તેણે એમડી ડ્રગ્સનુ વેચાણ કરવાનુ નક્કી કર્યુ હતું. આ માટે તેને તેના મિત્રોએ મદદ કરી હતી. મિત્રોએ તેનો સંપર્ક રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરતા આશુરામ સાથે કરાવ્યો હતો. તે પહેલા રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતો હતો, પરંતુ બાદમાં તેને વધુ લાલચ જાગી હતી. જેથી તેણે સુરતમાં જ એમડી ડ્રગ્સ બનાવવાની પોતાની લેબોરેટરી બનાવી હતી. સોશિયલ મીડિયા થકી તેણે એમડી ડ્રગ્સ બનાવવાનુ શીખ્યુ હતું. લેબોરેટરીમાં તેની પાસે ડ્રગ્સ બનાવવા માટેનો તમામ સામાન ઉપલબ્ધ હતો. 

જૈમીનની લેબોરેટરીમાંથી શુ શુ કબજે કરાયું 
મોનોરીઇલ અન રૅડીકલ પાઉડર 500 ગ્રામ, METHANOL MO151 લિક્વિડ – 1.75 લિટર, P-BENZOQUINONE FOR SYNTHESIS કેમીકલ પાવડર 200 ગ્રામ, કાચના નાના-મોટા બિકાર નંગ-3, કાચના અલગ અલગ આકારના ફ્લાસ નંગ-2, કાચના એડોપ્ટર નંગ-1, કાચની કસનળી ૯-1, કાચના કનેક્ટર નંગ-3, કાચની ગરણી નંગ-1, ઈલેક્ટ્રીક સગડી-1, ઈલેક્ટ્રીક મોટર -1, ઇલેક્ટ્રીક વજન કાંટો. આ ઉપરાંત ચીપીયો, હોલ્ડર, સપોર્ટર, નોઝલ, ક્લેઇમ કાચના બૂથ પણ કબજે કરાયા. ..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed