ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ૧૯ નવેમ્બરે લોકાર્પણ
લોકાર્પણ સાથે કાર્યકરો સાથે નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાશે
ભાજપ કાર્યાલયે રાજ્યકક્ષા મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ કામગીરીની સમીક્ષા કરી
ક્રિષ્ના પટેલ, મોડાસા:
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાશન છે. ભાજપનું વર્ચસ્વ લોકોમાં રહેલું છે ત્યારે મતદારો સાથેના સબંધો જળવાય અને કાર્યકરો અને મતદારોની સમસ્યા સાંભળી શકાય તે આશયથી મોડાસા ખાતે ૩ કરોડના ખર્ચે વિશાળ કાર્યાલય બનાવાયું છે. 350 બેઠકો સાથે વિશાળ હોલ તેમજ વિડીયો કોન્ફ્રન્સ રૂમ બનાવાયા છે. વિવિધ મોરચાના ચેરમેન માટે બેસવાની અલાયદી વ્યવસ્થા પણ કરાઈ છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે ૧૯ નવેમ્બરે અદ્યતન શ્રીકમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે. સાથે જ કાર્યકરો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવશે.નવા વર્ષમાં જોમ જુસ્સા સાથે લોકઉયોગી કામમાં કાર્યકરો જોડાય તે આશય સાથે શ્રીકમલમ કાર્યાલય બનાવાયુંની માહિતી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલે આપી હતી.આ કાર્યક્રમની સાથે મોડાસા તાલુકા ભાજપ કાર્યાલયનું પણ ભુમીપુજન કરવામાં આવશે.ત્યારે જિલ્લા કક્ષાનું ગુજરાતનું એક માત્ર અદ્યતન શ્રીકમલમ કાર્યાલય ભાજપની વિધાનસભામાં જીત તરફનું માધ્યમ બની રહે તો નવાઈ નહિ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ, પ્રદીપસિંહ વાઘેલા સહીતના આગેવાનો ઉપસ્થિત રહેશે.નિર્માંણાધિન શ્રી કમલમ્ અરવલ્લી જીલ્લા ભાજપા કાર્યાલય ની મુલાકાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ પણ મુલાકાત કરી હતી.