દીકરાની ગરજ પુરી કરી દીકરી તન્વીએ ટ્રેકટર થી લઇ ખેતીવાડીના તમામ કામ દીકરી તન્વી કરી જાણે છે
ક્રિષ્ના પટેલ,મોડાસા
મોડાસાના ગઢા ગામની દીકરી એવી તન્વી પટેલે કુળદીપક એટલે કે દીકરીના અવતારે દીકરા જેવું કામ કરી બતાવ્યું છે. તન્વી એ બી.એસ.સી. માં હાલ અભ્યાસ પૂર્ણ કર્યો છે. તન્વી જ્યારથી મધ્યમ વર્ગના પરિવારની પરિસ્થિતિ સમજતી થઈ ત્યારથી ઘરમાં એક દીકરાની કમી મહેસૂસ થવા દીધી નથી. મોટી બહેનના લગ્ન બાદ ઘરની સંપૂર્ણ જવાબદારીઓ ખભે લઇ ફરે છે અને એજ જવાબદારીઓને અત્યાર સુધી બખૂબી નિભાવી છે.
તેણે એક દીકરાની જેમ ખેતી તેમ જ ઘરની પણ સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી હતી એક દીકરાની જેમ પપ્પા સાથે મળી ખેતર તેમજ બજારના કામ પૂરા કરે છે તેવી જ રીતે તન્વી બટાકા ની સિઝન હોય કે મગફળીની તેના પિતા સાથે રહી મદદરૂપ બને છે અને ઘરેથી ખેતર ના ફેરા તે જાતે જ ટ્રેક્ટર ચલાવી અને મોડી રાત્રી સુધી કરતી હોય છે તન્વીની મહેનત અને લગન જોઈ લોકો દંગ જાય છે.
ટ્રેક્ટરની સાથે સાથે જ તમામ વાહનો બાઈક કાર બળદ ગાડું ચલાવી લે છે. ખેતીનું કલાકો સુઘી કામ એ પછી વાવેતર હોય કે પછી ટ્રેક્ટરના ફેરા કરવાના હોય એની આ કડી મહેનત આજના યુવાનો પણ એક સમય માટે શરમાવે તેવી છે.
એક દીકરી તરીકે માતા-પિતાનો આ ક્ષેત્રે વિશ્વાસ જીતવો એ ગુરુને ગુરુદક્ષિણા આપવા જેટલું કઠિન કામ છે . પણ તન્વીએ હિંમત કરી સાબિત કરી બતાવ્યું છે અને સાથે સાથે જ દીકરો દીકરી એક સમાન અં1 કહેવતનું ઉત્તમ ઉદાહરણ પણ કહી શકાય અને આ કહેવતને સાર્થક પણ કરી છે.