અમદાવાદ જીલ્લામાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ અંતર્ગત રૂ. ૭૩૪૦ લાખથી વધુના વિવિધ ૧૩૫૧ કામોનું લોકાર્પણ- ખાતમૂર્હુત
૬૦૬ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો હેઠળ સહાય આપવામાં આવશે
પ્રધાનમંત્રીશ્રીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને સાકાર કરવા તેમજ ગુજરાતના નાગરિકોને જનસુખાકારી ના લાભો મળે તે હેતુથી સમગ્ર રાજ્યમાં “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત તા.૧૮ નવેમ્બર થી ૨૦ નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે.
આ આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પર યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં અમદાવાદ જિલ્લામાં રૂપિયા ૭૩૪૦ લાખના ૧૩૫૧ જેટલા વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાકીય લાભો નું વિતરણ કરવામાં આવશે. તેમજ ૬૦૬ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવશે.
આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત ગામડાઓમાં વિવિધ કેમ્પ નિદર્શન, શિબિર ,હરીફાઈઓ નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે , રાજ્ય સરકાર ના ૧૧ વિભાગો સાંકળીને વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુર્હૂત અને વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ આ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન કરવામાં આવશે.