શામળાજી પોલીસે કલાકોમાં બે વાહનમાંથી ૩૮ લાખનો દારૂ ઝડપી પાડ્યો
ક્રિષ્ના પટેલ મોડાસા,
ગુજરાતમાં તહેવારો બાદ લગ્ન- પ્રસંગોના સમયગાળાની શરૂઆત થાય છે. આ દરમિયાન રાજસ્થાન બોર્ડર પર વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે.24 કલાકમાં શામળાજી પોલીસ દ્વારા વાહનચેકીંગ દરમીયાન કુલ કિંમત રૂ 38,46,230 /- નો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
શામળાજી પોલીસ દ્વારા વાહનચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ફરજ દરમિયાન વાહનનોનું સધન ચેકીંગ હાથ ધરતા એક કારમાં વિદેશી દારૂ કુલ નંગ 958 કિંમત રૂ.92, 230/- તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂ. 3,92,230/- મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં એક કાર તેમજ એક ટ્રક કન્ટેનરમાં વિદેશી દારૂ શામળાજી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચેકીંગ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી વિદેશી દારૂ કુલ નંગ – 6096 તેમજ કુલ મુદ્દામાલ કિંમત રૂ. 34,54,000/- મળી આવ્યો હતો. શામળાજી પોલીસને આ કામગીરી દરમીયાન સફળતા મળી હતી. ત્યાર બાદ ભાગી ગયેલા કાર ચાલક ઇસમ તેમજ પકડાયેલ ટ્રક કન્ટેનર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શામળાજી પીએસઆઈ ભરતસિંહ ચૌહાણની દેખરેખ હેઠળ પોલીસકર્મીઓને મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડ્પવામાં સફળતા મળી હતી.લગ્ન પ્રસંગોમાં દારૂના વેચાણ માટે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના મનસૂબાને નિષ્ફળ બનાવાયો છે.જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા રાત્રી પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે જેના કારણે જિલ્લામાં વાહન તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે.