નાગધરા કુંડમાં સ્નાન કરી પિતૃતર્પણ વિધિ કરવાનું છે અનેરું મહત્વ
બે દિવસમાં લાખ્ખો ભક્તોએ શામળિયા ભગવાનના દર્શન કર્યા
ક્રિષ્ના પટેલ મોડાસા,
રાજ્યમાં ભરાતા મેળાઓમાં મહત્વનું સ્થાન ધરાવતો એવો યાત્રાધામ શામળાજી ખાતે ભરાતો કાર્તકી પૂર્ણિમાનો મેળો આજે ભરાયો હતો . ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન વિશેષ મહત્વ હોય છે ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમા નિમિત્તે પિતૃઓના મોક્ષ માટે શામળાજી દર્શને આવતા હોય છે.
કાર્તકી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથીજ મોટી સંખ્યા માં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટયા હતા અને મંદિર પોરિસ રમા લાઈનોમાં જોડાયા હતા આ પૂર્ણિમાએ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને વળગાડ જેવી આસુરી શક્તિઓ માંથી મુક્તિ મળતી હોવાની વર્ષો જૂની માન્યતા છે જેથી આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવે છે એન નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે આજે કારતકી પૂર્ણિમા અને દેવ દિવાળીનો પવન અવસર હોવાથી ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણો થી શણગાર કરાયો હતો જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્ય બનાવની સાથે નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરી પોતાની માનતાઓ પુરી કરી હતી ઉલ્લેખનીય છે કે સાંજે સંધ્યા આરતી સમયે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયા સન્મુખ મેરાયું પણ કરવામાં આવનાર છે.