કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્લેઇગ ઇલેવનમાં સ્થાન મળતા જ શ્રેયસ ઐયરે ટીમમાં કાયમી સ્થાન મેળવવા માટે મજબૂત દાવો રજૂ કર્યો છે. ડેબ્યુ મેચમાં જ શ્રેયસ ઐયરે સદી ફટકારી ટીમ ઇન્ડિયાને મોટા સ્કોર તરફ એકલા હાથે દોરી ગયો હતો. ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર 16મો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા પૃથ્વી શોએ 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યુ મેચમાં સદી ફટકારી હતી.
કે.એલ.રાહુલને ઇજા થતા ટેસ્ટ સ્ક્વોડમાંથી બહાર થતા શ્રેયસ ઐયરને પ્લેઇગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. જેનો તેને ભરપૂર ફાયદો ઉઠાવી ટીમ ઇન્ડિયા માટે યાદગાર ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રેયર ઐયરે ભારતીય ટીમમાં મધ્યક્રમમાં ભારતીય ટીમની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રયાસ કર્યો છે. ભારતીય ટીમ લાંબા સમયથી મધ્યક્રમમાં મજબૂત અને ભરોશાલાયક ખેલાડીની શોધ ચલાવી રહી છે. પરંતુ શ્રેયસ ઐયર આ ખોટ ટીમ માટે પુરી કરી શકે છે.
શ્રેયસ ઐયરની શાનદાર બેટિંગ બાદ અંજિક્યા રહાણે અને પુજારાનું ટીમમાં સ્થાન જોખમમાં મુકાઇ શકે છે. આગામી મહીન દક્ષિણ આફ્રિકામાં શ્રેયસ ભારટીય ટીમ માટે સારો વિકલ્પ બની શકે છે. શ્રેયસ ઐયર ઘરેલુ ક્રિકેટ અને IPLમાં પણ સારુ પ્રદર્શન કરી ચૂક્યો છે. આજે સવારે 4 વિકેટથી આગળ ભારતીય ટીમે રમત શરૂ કરી ત્યારે શ્રેયસ 85 રન બનાવી રમી રહ્યો હતો. શ્રેયસે ઝડપી બેટિંગ કરી પોતાની સદી પુરી કરી હતી.