૨૬/૧૧ના બહાદુર વિરોને સલામ! શહીદ ગોળી વાગવાથી મૃતક નથી થતો, પરંતુ જ્યારે લોકો તેને ભૂલી જાય ત્યારે શહીદનું મૃત્યુ થાય છે

મુંબઈમાં 2008માં થયેલા આતંકી હુમલાની આજે 13મી વરસી છે. 26 નવેમ્બર 2008ના રોજ, પાકિસ્તાનમાંથી આવેલા 10 આતંકવાદીઓએ મુંબઇમાં 164 લોકોની હત્યા કરી હતી. આજે પણ આ હુમલાનો અસલ માસ્ટરમાઈન્ડ પાકિસ્તાનમાં આઝાદ ફરી રહ્યો છે. આ હુમલાએ ભારતના દરેક નાગરિકને એવો આઘાત પમાડ્યો છે, જેનું દુઃખ ક્યારે ઓછું થશે તે કહી ન શકાય.
આ હુમલામાં, આપણે ઘણા બહાદુર પોલીસ અને સેનાના જવાનોને પણ ગુમાવ્યા હતા, જેઓ આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થયા હતા.
જ્યારે, ત્યાં એક એવા જવાન પણ હતા જેમણે ઘણા લોકોના જીવ બચાવ્યા. અમે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન વિશે વાત કરી રહ્યા છીએ. જે 28 નવેમ્બર, 2008ના રોજ આ હુમલામાં શહીદ થયા હતા. તે સમયે તેઓ 31 વર્ષના હતા.
સંદીપ ઉન્નીકૃષ્ણને પોતાના જીવની પરવા કર્યા વિના દેશના લોકોને બચાવવા માટે પોતાનો જીવ બલિદાન કરી દીધો. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનો જન્મ 15 માર્ચ 1977ના રોજ થયો હતો, જેમણે તેમના જીવની પરવા કર્યા વગર ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.
સંદીપ ઉન્નીકૃષ્ણને હોટલ તાજમાં આતંકીઓ સાથે બાથ ભીડાવી હતી અને 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. એટલું જ નહીં, કારગિલમાં લડતી વખતે તેમણે ઘણા પાકિસ્તાની સૈનિકોને પણ ઠાર માર્યા હતા. તેમણે આર્મીના સૌથી મુશ્કેલ કોર્સ ‘ઘાતક કોર્સ’માં ટોપનું સ્થાન મેળવ્યું હતું. અદમ્ય બહાદુરી બદલ તેમને સર્વોચ્ચ એવોર્ડ અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સામે લડતા આ જવાને તેના સાથીઓને કહ્યું હતું કે ‘તમે ઉપર ન આવતા, હું સંભાળી લઈશ’. તેમના શબ્દોથી અન્ય સૈનિકો પર ઉંડી છાપ પડી.
26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. હેમંત કરકરે દાદરમાં તેમના ઘરે હતા. તેઓ તરત જ તેમની ટુકડી સાથે સ્થળ પર પહોંચી ગયા. તે જ સમયે, તેમને સમાચાર મળ્યા કે આતંકવાદીઓ કોર્પોરેશન બેંકના એટીએમ નજીક લાલ કારની પાછળ છુપાયેલા છે. તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા ત્યારે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન એક ગોળી આતંકીના ખભા પર વાગી હતી. તે ઘાયલ થયો હતો. એકે 47 તેના હાથમાંથી પડી ગઈ. તે આતંકવાદી અજમલ કસાબ હતો, જેને હેમંત કરકરે પકડ્યો હતો.
આ બહાદુર જવાનને પણ આતંકવાદીઓ તરફથી જવાબી ફાયરિંગમાં ત્રણ ગોળી વાગી હતી, ત્યારબાદ તેઓ શહીદ થઈ ગયા હતા. 26/11ના હુમલામાં મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર અશોક કામટે અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાલસ્કર પણ શહીદ થયા હતા.
આજે મુંબઇમાં 26/11ના આતંકી હુમલાની 13મી વરસી છે. 26 નવેમ્બર 2008ની તે અંધારી રાત હતી, જ્યારે લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ દરિયાઇ માર્ગે ભારતની વ્યાપારી રાજધાનીમાં પ્રવેશ્યા અને 164 નિર્દોષ લોકોનો ભોગ લીધો. આ હુમલામાં 308 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ હુમલામાં જીવતા પકડાયેલા એકમાત્ર ગુનેગાર અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
www.themobile.news કોટી કોટી વંદન, એ તમામ જાંબાઝ સિપાહીઓને, અધિકારીઓને, જેઓએ મુંબઈ હુમલા દરમિયાન અમારા પ્રાણ બચાવવા માટે આંતકવાદીઓ સાથે લડતા લડતા પોતાના પ્રાણોનું બલીદાન આપી દીધું.
શ્રદ્ધેય નમન
સિપાહી : જયવતં પાટિલ
સિપાહી : યોગેશ પાટિલ
સિપાહી : અંબાદાસ પંવાર
રેલવે સિપાહી : એમ.સી.ચૌધરી
એનએસજી કમાંડો : ગજેન્દ્ર સિંહ
નિરીક્ષક : શશાંક શિંદે
ઉપ નિરીક્ષક : પ્રકાશ મોરે
સિપાહી : એ. આર. ચિટ્ટે
સિપાહી : વિજય ખાંડેકર
સહાયક ઉપ નિરીક્ષક : વ્હી. ઓબાલે
ઉપ નિરીક્ષક : બાબૂ સાહિબ દુર્ગગુડે
ઉપ નિરીક્ષક : નાના સાહેબ ભોંસલે
મેજર : સંદીપ ઉન્નીકૃષ્ણન
એસીપી : અશોક કાંમ્બલે
સીનિયર નિરીક્ષક : વિજય સાલસ્કર
એટીએસ પ્રમુખ : હેમંત કરકરે
દેશના તમામ જાબાંઝોં જેમણે પોતાના ઘર-પરિવાર અને પ્રાણોની ચિંતા કર્યા વગર અમને બચાવવા માટે સ્વયંને આતંકવાદથી લડવાની લડાઈમાં ઝોંકી દીધા. દેશના આ તમામ ભડવીરોને અમારી સંલામ અને આતંકવાદની આ લડાઈમાં મૃત્યુ પામનારી દેશની જનતાને www.themobile.news તરફથી ભાવભીની શ્રદ્ધાજંલિ..