સિવિલમાં ઉજવવામાં આવ્યો નવજાત સંભાળ સપ્તાહ
અમદાવાદ: દેશમાં દર વર્ષે 15 થી 21 નવેમ્બર દરમિયાન નવજાત સંભાળ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. સપ્તાહની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય બાળકના અસ્તિત્વ અને વિકાસ માટે નવજાત શિશુની સંભાળના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે, 15 મિલિયન બાળકો સમય પહેલા જન્મે છે (એટલે કે ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પૂર્ણ થયા પહેલા) – એટલે વિશ્વભરમાં, દસમાંથી એક કરતાં વધુ બાળક prematur જન્મે છે. વિશ્વ પ્રિમેચ્યોરિટી ડે એ લાંબા ગાળાની બિમારી અને શિશુ મૃત્યુદર તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટેની તક છે.
2015 માં, અકાળ જન્મથી થતી ગૂંચવણો વૈશ્વિક સ્તરે લગભગ 1 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે.
નવજાતસંભાળસપ્તાહ (newborn care week) ને,અમદાવાદ સિવિલ ના Pediatric department એ લોકજાગૃતિ ના અભિયાન માં બદલવાનું નક્કી કર્યું. બાળરોગ વિભાગ ના વડા તથા સિનિયર પ્રાધ્યાપક, ડૉ.બેલા શાહ મેડમે, ૧૫/૧૧/૨૦૨૧ ના રોજ, દાખલ બાળકો તથા એમના સગાવહાલા ઓ ને, ૧૦૦૦ ડે પ્રોગ્રામનું મહત્વ જણાવતા સમજાવ્યું કે સ્ત્રીની સગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને તેના બાળકના બીજા જન્મદિવસ સુધીના 1,000 દિવસો તંદુરસ્ત અને વધુ સમૃદ્ધ ભવિષ્યને આકાર આપવાની અનન્ય તક આપે છે. આ 1,000 દિવસની વિન્ડો દરમિયાન યોગ્ય પોષણ બાળકની વૃદ્ધિ, શીખવાની અને ગરીબીમાંથી બહાર આવવાની ક્ષમતા પર ભારે અસર કરી શકે છે.
મદદનીશ પ્રાધ્યાપક, ડૉ. આરીફ વ્હોરા એ, તારીખ ૧૬/૧૧/૨૧ ના રોજ કાંગારુ મધર કેર વિશે pediatric માં દાખલ બાળકો ના માં બાપ તથા સગાવહાલા ને સમજ આપી. એમણે જણાવ્યું કે, આ પદ્ધતિ થી premature બાળક ને હૂંફ આપી શકાય છે, જેનાથી તેને ઠંડુ પાડતાં બચાવી શકાય, ચેપ થી બચાવી શકાય તથા બાળક ના વજન માં સતત સુધારો લાવી શકાય છે.
તારીખ ૧૭/૧૧/૨૧ ના રોજ મદદનીશ પ્રાધ્યાપક, ડો. સોનું અખાણી એ, આ ઝુંબેશ ને આગળ ધપાવતા, હોસ્પિટલમાં માં દાખલ બાળકો ના માતા પિતા તથા સગા સંભધીઓ ને, માતા ના ધાવણ નું મહત્વ સમજાવ્યું હતું. માતા નું ધાવણ જ સર્વશ્રેષ્ઠ છે અને છ મહિના સુધી માત્ર અને માત્ર માતા નું જ ધાવણ આપવું એ સમજાવી તેના વિશે સમાજ માં જાગરૂકતા ફેલાવવા બધાને પ્રેરણા આપી હતી.
premature બાળકને બચાવીને, જ્યારે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવે, ત્યાર પછી ની સફર પણ સંઘર્ષો થી ભરેલી હોય છે. જેને સરળ બનાવવા ડિપાર્ટમેન્ટના સહ પ્રાધ્યાપક, ડો. ચારૂલ મહેતા દ્વારા ૧૮/૧૧/૨૧ ના રોજ લેવામાં આવેલ supportive care નું વિવરણ અત્યંત જરૂરી બન્યું. બાળકો ની રજા પછી, કઈ રીતે સાર સંભાળ રાખવી, એમના મગજ ના વિકાસ ને ક્યાસ કઈ રીતે ખઢવો તથા કઈ રીતે એમને બીજા બાળકો જેવા હોશિયાર તૈયાર કરવા, એ જાણકારી વાલીઓ માટે સોના માં સુગન્ધ બરાબર રહી. બાળકો ની જન્મજાત ની ખોડખાંપણ વિશે પણ તેમણે માહિતી આપી હતી.
મદદનીશ પ્રાધ્યાપક, ડો. અનુંયા ચૌહાણે, ૧૯/૧૧/૨૧ ના રોજ, નવજાત શિશુ ની સારસંભાળ વિશે ઘણી અગત્યની માહિતી આપી હતી. આ વિશે લાગતી ખોટી માન્યતાઓ ને દુર કરી લોકો સાચા રસ્તે પોતાના બાળક નો ખ્યાલ રાખી શકે એ માટે નું જ્ઞાન આપ્યું હતું
અંત માં,તારીખ ૨૦/૧૧/૨૧ ના રોજ, ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક ડૉ. ગાર્ગી પાઠકે, બાળકો ને ચેપ ના લાગે એ માટે ના સૌથી અગત્યના પગલાં સ્વરૂપે, હાથ ધોવાના સાત સ્ટેપ્સ સમજાવ્યા હતા. જેથી બાળક ને ઘરે મોકલ્યા પછી પણ ચેપ ના લાગે. લોકો સામે આ સ્ટેપ્સ કરીને બતાવ્યા હતા, અને તેમની પાસે કરવામાં પણ આવ્યા હતા. અને એમણે ખાત્રી કરાવી હતી કે બધા આ બાબત ને જરૂરથી અનુસરશે.
આ તમામ દિવસો માં હોસ્પિટલ ના વડા તથા pediatric seurgey ના નિષ્ણાંત, ડો. રાકેશ જોષી સાહેબે હજાર થઈ ને તમામનું આત્મબળ પૂરું પાડ્યું હતું.