આંતરરાષ્ટ્રીય વોલ્નટીયર્સ દિવસ ૧૨ ડિસેમ્બર!કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક જોડાનારા કોરોના વોરિયર્સના જુસ્સાને  બિરદાવતો કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય વોલ્નટીયર્સ દિવસ ૧૨ ડિસેમ્બર!કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક જોડાનારા કોરોના વોરિયર્સના જુસ્સાને બિરદાવતો કાર્યક્રમ

0 0
Spread the love

Read Time:3 Minute, 8 Second
Views 🔥 આંતરરાષ્ટ્રીય વોલ્નટીયર્સ દિવસ ૧૨ ડિસેમ્બર!કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક જોડાનારા કોરોના વોરિયર્સના જુસ્સાને  બિરદાવતો કાર્યક્રમ

કોરોનામા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને વોલેન્ટિયર્સ એ એક જૂથ થઈને મહામારી સામે લડત આપી:-અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ: કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક રીતે જોડાઈ તેને ડામવા ના પ્રયાસોને બિરદાવવા અને તેમના અનુભવો યુવાનો સમક્ષ રજુ કરતા કાર્યક્રમોનું અમદાવાદના આઇ.એમ.એ. હોલમા આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વોલેન્ટિયર્સ દિવસ સંદર્ભે યુવાનોની સ્વૈચ્છિક સમાજસેવાની પ્રવૃત્તિઓ અન્યો માટે ઉદાહરણરૂપ બને તે માટે સમગ્રતયા કાર્યક્રમનું સંચાલન યુનિસેફ અને સેવાભાવી સંસ્થા ના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું.

માહિતી વિભાગના અમિતસિંહ ચૌહાણે પોતાના કોરોના કાળમાં સિવિલ મેડિસીટીની ફરજો ના  સંસ્મરણો વાગોળતા કહ્યું કે, કોરોના સામેની લડત એ કોઈ  યુદ્ધ થી ઓછી ન હતી. આ લડતમાં સમગ્ર રાષ્ટ્ર એ એકજૂથ થઈને તેનો સામનો કર્યો જેના પરિણામે જ અન્ય દેશની સરખામણીમાં આજે ભારતમાં કોરોના ની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આવી મહામારી જેવા યુદ્ધમાં યુવાઓની ભૂમિકા મહત્વની રહેલી છે. યુવાઓની નવઉર્જા, જુસ્સો રાષ્ટ્ર માટેની સમર્પણભાવ સેવાભાવ ના પરિણામે રાજ્ય અને રાષ્ટ્ર નવા આયામો પ્રસ્થાપિત કરી શકે છે. જે આપણને કોરોના કાળમાં પણ જોવા મળ્યું.

કોરોનામા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને વોલેન્ટિયર્સ એ એક જૂથ થઈને મહામારી સામે લડત આપી છે.
કોરોનાગ્રસ્ત  દર્દીઓની સારવારમાં જ્યારે સમગ્ર મેડિકલ ફેટરનીટી દવાખાનાની અંદર લડત આપી રહી હતી ત્યારે તેમના સ્વજનો અને  અન્ય નાગરિકો, જરૂરિયાતમંદોને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ , જાગરૂકતા અભિયાન દ્વારા સમાજ ઉત્થાનનું ઉત્તમ કાર્ય યુવાનો દ્વારા પણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સર્વ શ્રી પ્રવીણ ભાસ્કર, રોહિ  શાહ, અક્ષય મકવાણા અને નિશાંત શાહ દ્વારા પણ કોરોના કાળમાં કરેલી સ્વૈચ્છિક સમાજ સેવાની વિવિધ પ્રવૃતિઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોલન્ટિયર્સ શ્રી મધીષ પરીખ,અમદાવાદ શહેરના વિવિધ વોલેન્ટિયર્સ,પ્રવક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

આંતરરાષ્ટ્રીય વોલ્નટીયર્સ દિવસ ૧૨ ડિસેમ્બર!કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક જોડાનારા કોરોના વોરિયર્સના જુસ્સાને  બિરદાવતો કાર્યક્રમ

સુરેન્દ્રનગર લખતર હાઈવે પર ચાદર ગામ નજીક ST બસ અને ખાનગી ટ્રાવેલર્સ વચ્ચે ધળાકાભેર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે એક વ્યક્તિનું મોત

21 વર્ષ બાદ 21 વર્ષની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ! વર્ષ 2000માં લારા દત્તા બની હતી મિસ યુનિવર્સ

21 વર્ષ બાદ 21 વર્ષની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ! વર્ષ 2000માં લારા દત્તા બની હતી મિસ યુનિવર્સ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.