મકવાણા જોરૂભા, વઢવાણ
સુરેન્દ્રનગર શહેરમાં અને જીલ્લામાં હાઈવે પરના અકસ્માતો ના બનામાં ચિંતા જનક વધારો થય રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગર લખતર હાઈવે પર છારદ ગામ નજીક ખાનગી ટ્રાવેલર્સ અને એસ.ટી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
વધુ મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર એસ.ટી બસ સ્ટેન્ડથી સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની GJ18 5110 નંબરની એસ.ટી. બસ સવારના સાત વાગ્યાના અરસામાં ઉપડી હતી આ બસ લખતર હાઈવે પર છારદ ગામ નજીક સામેથી આવતી અમદાવાદથી સવારના પાંચ વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર આવવા માટે ઉપડેલી ખાનગી ટ્રાવેલર્સ બસ GJ0 1 AX 9076 નંબરની ટ્રાવેલર્સ બસ વચ્ચે ધળાકા ભેર અકસ્માત સર્જાતા એસ.ટી બસના ડાઈવર સહિત 15 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે એક વ્યકિતનું મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ હતી આ બનાવની જાણ થતા 108 ની ટીમ ધટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલ અને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ આ ઘટનાના પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે ઘટનાસ્થળે તાત્કાલિક પોલીસ કાફલો દોડી જઈ હાઈવે પર સર્જાયેલો ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત અંગેની વધું તપાસ હાથ ધરી હતી.