ડોલર ચુડાસમા, મોરબી
મોરબી: હળવદ માર્કેટિંગ યાર્ડમા બેફામ બનેલા ખંડણીખોર સામે આકરા પાગલ ભરવાની માંગ સાથે માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ એક સંપ થઈ મોરબી એસપી, કલેકટર અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન સહિતનાઓને આવેદન પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે.હળવદમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ( માર્કેટીંગ યાર્ડ) માં આશરે ૧૫૦ જેટલા વેપારીઓ આવેલ છે જેઓ ખેડુત ની તમામ જણસી ( ઉત્પાન ) ની ખરીદ – વેચાણ થાય છે અને મોટા પાયે નાણા ની લેવડ – દેવડ થતી રહેતી હોય છે . આથી અમુક અસામાજીક તત્વો દ્વારા યાર્ડનાં વેચારીઓને નિશાન કરીને ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવાનાં બનાવ બને છે . આવો જ એક બનાવ આજથી ચારેક માસ અગાઉ જ ભકિતનંદન ટ્રેડીંગનાં માલીક જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ ( દલવાડી ) સાથે બનેલ હતો, જેમાં કોંઢ ગામનાં જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલાએ ૯૦ લાખ જેવી માતબાર રકમની ખંડણીની માંગણી કરી હતી.
આથી આ અંગે ચાર માસ અગાઉ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાયા બાદ આ શખ્સો સામે મામુલી ગુનો નોંધવામાં આવેલ છે હાલ જામીન પર મુકત થઇ ગયેલ છે હવે ફરીથી આ શખ્સ ૮-૧૦ દિવસ પહેલા આ વેપારી ને ટેલીફોનીક ધમકી આપેલ હતી અને ગત તા . ૧૫/૧૨/૨૦૨૧ નાં રોજ રસ્તામાં આંતરી ને ખુલ્લી ધમકી આપેલ છે . આમ આ શખ્સ જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા દ્વારા ધાક ધમકી થી ખંડણી લેવા અને જાનથીમારી નાંખવાની ધમકીઓ આપે છે. આથી હળવદમાં વેપારીઓએ મોરબી જિલ્લા પોલીસ વડા અને જીલ્લા કલેક્ટર તથા માર્કેટિંગ યાર્ડ ચેરમેનને આવેદનપત્ર પાઠવી લુખ્ખાઓની ખોટી લુખ્ખા ગિરી સામે આકરા પગલાં ભરી તમામને દંડવા અને ભયમુક્ત વાતાવરણ ઉભું કરવા વેપારીઓએ માંગ ઉઠાવી છે.
હળવદમાં ખંડણીખોરોનો ત્રાસ વધતા વેપારીઓ થયા એકજુથ! તંત્રને કરી રજુઆત
Read Time:2 Minute, 28 Second