અજબ પ્રેમની ગજબની કહાની સોશ્યિલ મિડીયાના માધ્યમથી પાંગરેલો પ્રેમ છત્તીસગઢની છોકરી અરવલ્લી પંહોચી

0
અજબ પ્રેમની ગજબની કહાની સોશ્યિલ મિડીયાના માધ્યમથી પાંગરેલો પ્રેમ છત્તીસગઢની છોકરી અરવલ્લી પંહોચી
Views: 87
0 0
Spread the love

Read Time:4 Minute, 4 Second
Views 🔥 અજબ પ્રેમની ગજબની કહાની સોશ્યિલ મિડીયાના માધ્યમથી પાંગરેલો પ્રેમ છત્તીસગઢની છોકરી અરવલ્લી પંહોચી


અરવલ્લીની ૧૮૧ અભયમ હેલ્પ લાઇનની મદદથી છત્તીસગઢની દિકરીને હેમખેમ ઘરે મોકલાઇ

યુવાનોના માતા-પિતા ની આંખ ઉઘાડતો વધુ કિસ્સો

ક્રિષ્ના પટેલ મોડાસા

       મોબાઇલ અને સોશિયલ મિડીયાનું ઘેલુ આજના યુવાપેઢીને એટલી લાગ્યું છે કે  કારર્કિદી નિર્માણના ઉજળી તક ખોઇ પ્રેમની વાટ પકડી છે અને આ બધી બાબતોથી માતા-પિતા સાવ અજાણ હોય છે જે ભારે મુશ્કેલી સર્જી શકે છે, તેવો આંખ ઉઘાડતો કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. 

       વાત છે મેઘરજ તાલુકાના એક ગામનો ધોરણ-૧૨માં અભ્યાસ કરતો ૧૭ વર્ષનો છોકરો અને છત્તીસગઢની ૧૮ વર્ષની છોકરી મોબાઇલમાં ઇનસ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા અને ધીમે ધીમે પરીચય એટલો ગાઢ બન્યો કે ચાર મહિના સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યા,  પ્રેમમાં અંધ બનેલા બન્ને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ નિર્ણય કરી નાંખ્યો ને છોકરીને છતીસગઢથી છેક અરવલ્લીના ગામ સુધી બોલાવી લીધી.
 
       અચાનક ઘરે આવેલી છોકરીને જોઇને દિકરાના પરીવારજનોએ પુછપરછ કરતા જાણવા મળ્યુ કે તે છત્તીસગઢથી આવી છે. શરૂઆતમાં છોકરાના મા-બાપ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો પણ લગ્ન કરવાના ઇરાદે આવેલી છોકરી મક્કમ જ રહી આખરે છોકરના મા-બાપે ૧૮૧ અભયમ્ર હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી .

      જેમાં અભયમ્ર ટીમના કાઉન્સેલર ચૌધરી ચેતના કોન્સ્ટેબલ ભાવના બેન ટીમ સાથે રાત્રે ૧૧:૧૮ વાગે મેઘરજના ગામમાં પહોચીને  છોકરી- છોકરાનું કાઉન્સેલર હાથ ધર્યુ તો જાણવા મળ્યુ કે છોકરી ઘરેથી કોઇને કહ્યા વગર અને છોકરા જોડે હવે લગ્ન જ કરવા નીકળી ગઇ હતી અને ઘરે નથી જવુ તેવી જીદ પકડીને બેઠી હતી તો સામે છોકરો પણ લગ્ન કરવા જીદ પકડીને બેઠો હતો. છોકરી સાથે વાત કરતા કહ્યુ કે છોકરાએ મને લોકેશન શેર કર્યુ હતુ એ લોકેશન આધારે અહિયા સુધી આવી પોહચી છોકરો મને બહુ જ પ્રેમ કરે છે અને મને મહારાણીની જેમ રાખશે ફરવા લઇ જશે એવા સ્વપ્નો બતાવેલા જેને લીધે છેક અહિ સુધી આવી છું.

        ૧૮૧ અભયમ્ર ટીમ દ્વારા છોકરીને એક કલાક સુધી કાઉન્સેલીંગ કર્યુ ત્યારે તેને પોતાના ઘર-પરીવાર વિષે જણાવ્યું અને સમજાવતા તે ઘરે જવા તૈયારી દર્શાવી  અને છોકરાના પરિવારને આગળ કોઇ કાર્યવાહિ કરવી ન હોતી અને સુરક્ષિત ઘરે પંહોચાડવી હતી. એટલે છોકરીને સહિ સલામત પોહચાડવાની જવાબદારી લઇને તાત્કાલીક છોકરીને રાત્રે જ ઘરે છત્તીસગઢ મુકવા જવા માટે ટીમ રવાના થઇને ઘરે પંહોચાડી.

        આ કિસ્સા પર વાલીઓ પણ ચિંતા કરવાની સાથે તકેદારી રાખવા જેવી છે કે  બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જે મોબાઇલ લઇ આપ્યો છે તેમાં બાળકો સોશ્યિલ મીડિયાનો કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે અને તેમનુ મિત્રવર્તૂળ કોણ કોણ છે તે ખરેખર જાણવુ જરૂરી છે.  વાલીઓ માટે આ એક આંખ ઉઘાડતો કિસ્સો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *