અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ  માટે ઐતિહાસિક દિવસ! સાઉદીજતા દક્ષિણ ગુજરાતના યુવકો પાસેથી મળ્યા અધધ ત્રણ કરોડ રૂપિયા

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ઐતિહાસિક દિવસ! સાઉદીજતા દક્ષિણ ગુજરાતના યુવકો પાસેથી મળ્યા અધધ ત્રણ કરોડ રૂપિયા

0 0
Spread the love

Read Time:4 Minute, 6 Second
File photo
Views 🔥 અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ  માટે ઐતિહાસિક દિવસ! સાઉદીજતા દક્ષિણ ગુજરાતના યુવકો પાસેથી મળ્યા અધધ ત્રણ કરોડ રૂપિયા


વાઇબ્રન્ટ સમિટ પહેલા મોટી રોકડ પકડાતા કેન્દ્રીય એજન્સીઓ દોડતી થઈ

સાઉદી અરબના પેસેન્જરનું બોર્ડિંગ થાય તે પહેલાં 3 પેસેન્જર 2.90 લાખ ડોલર સાથે ઝડપાયા

સી.આઈ.એસ.એફની જ્વલંત સફળતા! કસ્ટમ ચેકીંગ પહેલા કરોડો રૂપિયા ઝડપી પાડ્યા….

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે 30 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો. અમદાવાદ એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કરોડો રૂપિયા દેશ બહાર જાય તે પહેલાં ઝડપી લેવામાં આવ્યા.  એરપોર્ટની સુરક્ષા કરતી CISF ની ટીમ દ્વારા  શંકાસ્પદ વર્તનના આધારે એક મુસાફરની ઉપર શંકા જતા તેનું સઘન ચેકીંગ અને પૂછપરછ હાથ ધરવામાં આવી જેમાં હેન્ડબેગ માંથી 40 હજાર ડોલર રોકડા ઝડપાતા CISF દ્વારા પેસેન્જરની વધુ કડક પૂછપરછમાં સુરક્ષા કર્મીઓને વધુ શંકા જતા  એરપોર્ટ સીસીટીવી ચેક કરતા તે મુસાફરની સાથે અન્ય ત્રણ મુસાફરોની શંકાસ્પદ હિલચાલના આધારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં બીજા મુસાફર પાસેથી 1લાખ 40 હજાર ડોલર તથા ત્રીજા મુસાફર પાસેથી 2 લાખ ડોલર  રોકડા મળી આવ્યા. જ્યારે અન્ય એક યુવક પાસે કોઈ રોકડ બરામદ ન મળી.

એરપોર્ટ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ચારે મુસાફર 30મી ડિસેમ્બરના રોજ સાંજની એર અરેબિયા એરલાઇન્સની ફલાઈટમાં શરજહાં જવાની ફિરાકમાં હતા. જ્યારે પ્રાઇમરી ચેકીંગ દરમ્યાન સૌ પ્રથમ એક મુસાફરની હેન્ડબેગમાંથી 40 હજાર અમેરિકન ડોલર મળી આવ્યા. પકડાયેલ યુવક સાથે વધુ પૂછપરછ બાદ શંકા વધતા CISF ને શંકા વધતા CISF દ્વારા એરપોર્ટના CCTV ચેક કર્યા જેમાં અન્ય ત્રણ યુવકો પણ પકડાયેલ યુવક સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા જેથી તાત્કાલિક અસરથી અન્ય ત્રણેય યુવકોની સઘન પૂછપરછ અને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.  જેમાં અન્ય એક યુવક પાસેથી 2 લાખ અમેરિકન ડોલર અને ત્રીજા યુવક પાસેથી 1 લાખ 40 હજાર અમેરિકન ડોલર મળી આવતા ચકચાર મચી ગઇ.

અધધ રોકડ રકમ એરપોર્ટ ખાતે પકડાતા સેન્ટ્રલ એજન્સીઓ સફાળી જાગી

CISF દ્વારા પકડવામાં આવેલ અમેરિકન ડોલરની  ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો અંદાજે ત્રણ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ થાય. તે સમાચાર મળતાની સાથે કેન્દ્રીય એજન્સીઓ દોડતી થઈ ગઈ. CISF દ્વારા પકડવામાં આવેલ ચાર યુવકોમાંથી ત્રણ યુવકો પાસેથી રોકડ મળી આવી જ્યારે અન્ય એક યુવક પાસેથી કોઈ મોટી રકમ ન મળતા ચોથા યુવકને મુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકોને કસ્ટમના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

સ્ટેટ આઈબી અને રાજયની પોલીસ ઊંઘતી ઝડપાઇ

એકતરફ વાઈબ્રન્ટ સમિટ અને 31મી ડિસેમ્બરને લઈને  કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા દરેક રોડ રસ્તાઓ ઉપર સઘન ચેકીંગ અને કોમ્બિન્ગ પણ કરવામાં આવી રહ્યું છે. છતાં છેક દક્ષિણ ગુજરાતથી અધધ રોકડ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી પહોંચી કઈ રીતે તે મોટો સવાલ ઉભો કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ  માટે ઐતિહાસિક દિવસ! સાઉદીજતા દક્ષિણ ગુજરાતના યુવકો પાસેથી મળ્યા અધધ ત્રણ કરોડ રૂપિયા

રેસીડેન્સીયલ મકાનમાં ચાલતી એડવોકેટ ઓફિસ વાણિજ્યિક નહી પરંતુ વ્યવસાયિક પ્રવૃત્તિ – હાઇકોર્ટ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ  માટે ઐતિહાસિક દિવસ! સાઉદીજતા દક્ષિણ ગુજરાતના યુવકો પાસેથી મળ્યા અધધ ત્રણ કરોડ રૂપિયા

અરવલ્લી જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો! મોડાસા અને ટીંટોઈમાં ૧૨ સ્થળો પર ચોરીના બનાવ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.