માસ્ક સહીતની કોરોના સામે રક્ષણ માટે ૬૦ કીટોનું વિતરણ કરાયું
મોડાસા પાલિકાના પ્રમુખજ જલ્પાબેન ભાવસારના હસ્તે કીટ વિતરણ કરાયું
ક્રિષ્ના પટેલ મોડાસા ,
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા ધ્વારા આજ રોજ મોડાસા ખાતે મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે સફાઈ કર્મી મહિલાઑને મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર હસ્તે સફાઈ કર્મી મહિલાઓને હાઇજેનિક કીટનું વિતરણ કરાયું હતું .
કોરોના મહામરીની ત્રીજી લહેર ચાલી રહી છે . શહેરને સ્વચ્છ અને સુગડ તેમજ શહેરમાં જીવલેણ રોગ ન ફેલાઈ તેની કાળજી રાખી શહેરને સ્વચ્છ રાખીતી સફાઈ કર્મી મહિલાઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ માસ્ક અને કીટનું વિતરણ કરાયુ હતું . ત્યારે ઈન્ડિયન રેડ ક્રોસ દ્વારા સફાઈ કર્મી મહિલાઓને માસ્ક તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી જીવન જરૂરિયાતની કીટો વિતરણ કરવામાં આવ્યું હતું . કોરોના સંક્રમણથી બચાવવા માસ્ક તેમજ 60 જેટલી હાઇજેનિક કીટોનું વિતરણ કરાયું હતું. મહાનગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર સાથે કારોબારી અધ્યક્ષ જન્નાબેન પટેલ , સેનેટરી વિભાગ શાખા અધિકારી સુનિલભાઈ રાજપૂરોહિત પણ આ વિતરણમાં સહભાગી બન્યા હતા . હાઈજેનિક કીટ માં રોજિંદા જીવન જરિયાત ચીજવસ્તીઓના વપરાશ માં કોપરેલ તેલ , સેનેટરી પેડ, નાવાના સાબુ ૫ નઁગ , કપડાં ધોવાના સાબુ , ચાર નંગ ટુથપેસ્ટ ટુથબ્રશ જેવી વગેરે વસ્તુઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે .
ઈન્ડિયન રેડ ક્રોસના ચેરમેન ભરતભાઇ પરમાર , વાઇસ ચેરમેન અમૃતભાઈ એસ પટેલ , સેક્રેટરી રાકેશભાઈ જોશી , તેમજ કારોભારી સભ્ય વિઠ્ઠલભાઈ પટેલ , મુકેશભાઇ પટેલ આઅ વિતરણ કાર્યક્રમમાં લલિતચંદ્ર પી બુટલા સહભાગી બન્યા હતા .