વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ

વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ

0 0
Spread the love

Read Time:3 Minute, 41 Second
Views 🔥 વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ


વિસ્તારના ૧૦ ગામો તથા ૧૫ જેટલાં નેસની આરોગ્ય સુવિધામાં વધારો થશે

જામનગર: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્યશ્રી જામનગરની વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની કોવિડ-૧૯ની ગ્રાન્ટમાંથી બે નવીન અદ્યતન એમ્બ્યુલન્સનું સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે પોતાના વિસ્તારની જરૂરિયાતોને ઓળખી તાત્કાલિક એ સુવિધા ઉપલબ્ધ કરાવવી અને પોતાના વિસ્તારનો અવાજ મજબૂતીથી જે તે મંચ સુધી પહોંચાડી વધુમાં વધુ લોક સુખાકારી ઉપલબ્ધ કરાવવી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રાથમિક ફરજ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આરોગ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી હોય.  આરોગ્ય માળખાને વધુ મજબુત બનાવવા સરકાર દ્વારા વિશેષ બજેટની પણ જોગવાઈ કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં ભારત જેવું સુદ્રઢ આરોગ્ય તંત્ર અન્ય ક્યાંય જોવા ન મળે એ દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ તથા પી.એચ.સી.-સી.એચ.સીનું આધુનિકીકરણ કરી સરકાર દેશના આરોગ્ય માળખાને વધુ ઉંચાઇ ઉપલબ્ધ કરાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નવીન એમ્બ્યુલન્સના  લોકાર્પણથી વાંસજાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વાંસજાળીયા, સતાપર, ઉદેપુર, તરસાઇ, જામ સખપુર તેમજ પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના પરડવા, પાટણ, અમરાપર, વરવાળા, મહીકી તથા આજુબાજુના ૧૫ થી વધુ નેશ વિસ્તારોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો થશે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન સાકરીયા, જામનગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જગદીશભાઈ સાંગાણી, પૂર્વ મહામંત્રી શ્રી કેતનભાઈ કડિવાર, તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખશ્રી દેવાભાઇ પરમાર, વાસ્મોના ડિરેક્ટર શ્રી અમુભાઈ વૈશ્નાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઘેલા, આરોગ્ય અધિકારી શ્રીમતી ભારતીબેન ધોળકિયા, જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઇ ભોજાણી, શ્રી જયસુખભાઇ વડાલીયા, જે.ટી. ડોડીયા, જેઠાભાઇ મોરી, શ્રી ખુશાલભાઇ, શ્રી નરેન્દ્રભાઈ કડીવાર, જેસુખભાઇ વડાલીયા, ગોવીંદભાઇ બડીયાવદરા, ભુપતભાઇ વાઘેલા, જગદીશભાઇ સોગાત સહિતના મહાનુભાવો તથા વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ

શાબાશ….! સૈનિક કલ્યાણ ભંડોળ માટે વિદ્યાર્થીઓએ ત્રણ લાખથી વધુ રકમ એકત્ર કરી નાખી.

વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સેનેટાઈઝર તથા માસ્ક વિતરણ કરાયુ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.