આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ પાસે આશીર્વાદ ફાઉન્ડેશન ચાર રસ્તા તથા સરદાર પટેલ સ્ટેડિયમ છ રસ્તા ખાતેથી પસાર થતા રાહદારીઓ તેમ જ વાહનચાલકોને દસ હજારથી વધુ સેનેટાઇઝર ટયુબ અને માસ્ક વિનામૂલ્યે વિતરણ કરી કોરોના સામે રક્ષણની અનોખી જાગૃતિ ફેલાવાઇ
આશીર્વાદ ફાઉન્ડશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલ, નારણપુરાના કોર્પોરેટર રમણભાઇ પટેલ સહિતના અનેક મહાનુભાવો આ સેવા કાર્યના પ્રસંગે વિેશેષ હાજર રહ્યા
અમદાવાદ,
છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ લહેરનો ભોગ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં બની રહ્યા છે. આ મહામારીથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સરદાર પટેલ પાસે આશીર્વાદ ફાઉન્ડેશન ચાર રસ્તા તથા સરદાર પટેલ સ્ટેડિટમ છ રસ્તા ખાતેથી પસાર થતાં રાહદારીઓને તેમજ વાહન-ચાલકોને ૧૦,000થી વધુ વિનામૂલ્યે 50એમએલ સેનેટાઈઝર ટ્યુબ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. જેની બજાર કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- થાય છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલ સાહેબશ્રી ના હસ્તે દીપ-પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ હતી. તેમજ શ્રી રમણભાઈ પટેલ કોર્પોરેટર નારણપુરા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો રોજબરોજ જોવા મળી રહ્યો છે. આ મહામારીથી બચવા માટેના સૌથી મહત્વનું માસ્ક પહેરવું તેમજ વારંવાર હાથ સેનેટાઈઝ કરવાનું છે. શહેરના નાગરિકોમાં જાગૃતિ લાવવા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ અને સેનેટાઈઝર ટ્યુબ આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)ના ડેપ્યુટી કમિશ્નર શ્રી આઈ. કે. પટેલે આશીર્વાદ ફાઉન્ડેશનની કોરોના કાળમાં હાથ ધરાયેલી આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોન વાઈરસનો ફેલાવો અટકાવવો અત્યંત જરૂરી છે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મે ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન સેન્ટરનું સંચાલન કરવામાં આવ્યું. જે માટે અમારા ફાઉન્ડેશન દ્વારા આજરોજ માસ્ક અને સેનેટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું છે. આશીર્વાદ ફાઉન્ડેશને કોરોના કાળ દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા અને આ મહામારીથી લોકોને બચાવવા માટે જરૂરી સેવાકાર્યો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ સેન્ટર, વુમન વેલનેસ કલીનીક, બ્રેસ્ટ કેન્સર સહિતના નિદાન, બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ, મહિલાઓને આ અંગેની તાલીમ, રીડીંગ લાઇબ્રેરી, મેરેજ બ્યુરો સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને સમાજ તેમ જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તેના સેવાકાર્યો થકી અનોખી મદદ, પ્રેમ અને હુંફ પૂરા પાડી આશીર્વાદ ફાઉન્ડેશન અનોખી સામાજિક પ્રેરણા પૂરું પાડી રહ્યું છે.