એએમટીએસનું રૂ. સાત કરોડના સુધારાઓ સાથે કુલ રૂ.536.14 કરોડનું બજેટ મંજૂર

એએમટીએસનું રૂ. સાત કરોડના સુધારાઓ સાથે કુલ રૂ.536.14 કરોડનું બજેટ મંજૂર

0 0
Spread the love

Read Time:7 Minute, 6 Second
Views 🔥 એએમટીએસનું રૂ. સાત કરોડના સુધારાઓ સાથે કુલ રૂ.536.14 કરોડનું બજેટ મંજૂર

કોરોના કાળમાં બે બાળકોના વાલીઓ(માતા-પિતા)મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને વર્ષ દરમ્યાન વિદ્યાર્થી કન્સેશનનો લાભ આપવાની મહત્વની જાહેરાત

હવે 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનોને બસનો ફ્રી પાસ નો લાભ અપાશે
એએમટીએસ દ્વારા વધારાની ૫૦ બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલ સરદાર પટેલ રિંગ રોડ પર જરૂરિયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવામાં આવશે

અમદાવાદ,તા.27
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસના વર્ષ 2022-2023નું કુલ રૂ.536.14 કરોડનું બજેટ આજે સત્તાધારી પક્ષ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂપિયા 529.14 કરોડના બજેટમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂપિયા સાત કરોડના સુધારા સૂચવવામાં આવ્યા હતા. જેમાં નવી બસો મૂકવાથી માંડી સિનિયર સિટીઝનોને ટ્રાન્સપોર્ટ સેવામાં વધુ રાહત આપવા તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ બસોમા ફ્રી પાસની સગવડ સહિતના મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. આજના બજેટમાં એએમટીએસ ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલ દ્વારા બીજી એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે, કોરોના કાળ દરમિયાન સ્કૂલમાં ભણતા જે બાળકોના વાલીઓ એટલે કે માતા પિતા મૃત્યુ પામેલ હોય તેવા બાળકોને વર્ષ દરમિયાન વિદ્યાર્થી કન્સેશનનો લાભ આપવાનું જાહેર કરાયું હતું.

આ જ પ્રકારે ભારત સરકારના ડિજીટલ ઇન્ડિયાના ઝુંબેશના ભાગરૂપે બીઆરટીએસના ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે પણ પેટીએમ એપ દ્વારા ક્યુ આર કોડ જનરેટ કરી ડિજિટલ ટિકિટિંગ કરવાનું પણ બજેટમાં મહત્વનો નિર્ણય લેવાયો છે એમ આજે એએમટીએસના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ જણાવ્યું હતું. જો કે, આજના બજેટને ચૂંટણીલક્ષી જાહેરાત હેઠળ આવરવાનો શાસક પક્ષનો પ્રયાસ નોંધનીય રહ્યો છે.

એએમટીએસના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલે બજેટની મહત્વની વાતો રજૂ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 1947માં 112 બસો સાથે શરૂ થયેલી એએમટીએસ પરિવહન સેવાનો વ્યાપ વધીને આજે 938 200 અને ૧૫૦ ઓપરેશનલ સુધી પહોંચ્યો છે અમદાવાદ શહેરનો વિસ્તાર ૪૬૬ કિલોમીટર થી વધીને 480.88 ચોરસ કિલોમીટર થયેલ છે. આગામી દિવસોમાં ભાજપના શાસનમાં એમટીએસ પરિવહન સેવાનો વ્યાપ વધારીને કુલ 938 બસો પૈકી અંદાજે ૯૦૦ બસો ઓનરોડ કરીને શહેરીજનોને વધુમાં વધુ કાર્યક્ષમ સેવા મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવશે એવો તેમણે  દાવો કર્યો હતો.

એમટીએસના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલે બજેટની મહત્વની બાબતો જણાવતાં ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની પોતાની માલિકીની 50 બસો 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી લેવાનું ઠરાવવામાં આવ્યું છે. આ વધારાની ૫૦ બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલ સરદાર પટેલ રિંગ રોડ પર જરૂરિયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવામાં આવશે. જે ચલાવવા માટે ઘટતી રકમ રાજ્ય સરકાર પાસેથી વી.જી.એફ મેળવી સરભર કરવામાં આવશે. આ સિવાય 450 જેટલી નવી બસો મેળવીને હાલના સમય પત્રકમાં સુધારો કરી વધુમાં વધુ ફ્રિકવન્સી પૂરી પાડવાનું આયોજન કરવામાં આવશે. તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોના કાળ દરમ્યાન સ્કૂલમાં ભણતાં જે બાળકોના વાલીઓ એટલે કે માતા પિતા મૃત્યુ પામેલ હોય તેવા બાળકોને વર્ષ દરમિયાન વિદ્યાર્થી કનેકશનનો ફ્રી-પાસ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. વધુમાં હાલમાં શહેરમાં વસતા 75 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને એએમટીએસની બસોમાં મુસાફરી કરવા માટે ફ્રી પાસ ની સગવડ આપવામાં આવે છે તથા 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને ૫૦ ટકા ટિકિટમાં રાહત આપવામાં આવે છે તેમાંથી સુધારો કરીને 75 ના બદલે હવે 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનોને બસનો ફ્રી પાસ નો લાભ આપવાનો કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં આવવા-જવા માટે એએમટીએસની બસોમાં ફ્રી પાસ ની સગવડ આપવામાં આવશે.

એએમટીએસના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે જમાલપુર ખાતે આવેલ ઓફિસ બિલ્ડીંગ તથા ડેપોમાં તેમજ અન્ય જગ્યાએ સોલર પેનલ લગાવવા માટે ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ કરોડની ફાળવણી આવી છે. આ સિવાય પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત એએમટીએસના તમામ કાયમી કર્મચારીઓના નજીવા દરે માસિક રૂપિયા એક લેખે પગારમાંથી વસૂલ લઈ વીમો લેવાનું ઠરાવવામાં આવ્યું છે. સાથે સાથે શહેરના ડેકોરેટિવ શેલ્ટરો પૈકી ૧૦૦ શેલ્ટરોને સ્ટીલના બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બે કરોડ ફાળવવામાં આવે છે. આ જ પ્રકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવરંગપુરા બસ ટર્મિનસ વિકસાવવા માટે રૂપિયા એક કરોડ ફાળવવામાં આવે છે. જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા ટર્મિનસમાં આર.સી.સી રોડ બનાવવા માટે રૂપિયા એક કરોડ ફાળવવામાં આવે છે. ઉપરાંત એએમટીએસના હાટકેશ્વર ડેપો પર સ્ટાફ તથા પબ્લિક માટે અમ્યુકો ના ધોરણે પે એન્ડ યુઝ ટોયલેટની સુવિધા આપવા માટે ઠરાવવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

એએમટીએસનું રૂ. સાત કરોડના સુધારાઓ સાથે કુલ રૂ.536.14 કરોડનું બજેટ મંજૂર

અરવલ્લી જિલ્લામાં બે કરૂણ ઘટના,અકસ્માતમાં મહિલા શિક્ષિકાનું મોત અન્ય ઘટનામાં કેનાલમાં ડૂબી જતા ૫ વર્ષની બાળકીનું મોત

એએમટીએસનું રૂ. સાત કરોડના સુધારાઓ સાથે કુલ રૂ.536.14 કરોડનું બજેટ મંજૂર

શહેરના આ વિસ્તારની ત્રીજી આંખો બંધ! પોલીસના આંખ આડા કાન, એક વર્ષથી બંધ ગુનેગારો ને ભાવતું જડ્યું…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.