Read Time:1 Minute, 18 Second
અમદાવાદ: અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલ ગેટ નંબર 3 પાસે હોરર હૉઉસ ખાતે મોડી રાત્રે 11.9 આસપાસ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. ફાયર વિભાગના 5 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળ્યું હતું જો કે 9.45 એ બંધ હોરર હૉઉસ બંધ થઈ જતું હોવાના કારણે કોઈ જાનહાની જોવા મળી નહોતી. હોરર હોઉસમાં રહેલ પ્લાસ્ટિક, રબર, લાકડું, કપડાં આગના લીધે બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર વિભાગના કર્મીઓએ જહેમત ઉઠાવી આગને 12.45 સુધીમાં કાબુમાં લીધી હતી, જેને પરિણામે આજુબાજુમાં આયોજક દ્વારા લાવવામાં આવેલ મનોરંજનના નવા અનેક સાધનો, રાઈડ વિગેરે બચાવી લેવામાં આવી હતી જેથી મોટું આર્થિક નુકસાન થતાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવેલ હતું તેવું ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા જાણવા મળ્યું હતું.