અમદાવાદ: મહાધમની (હૃદયની મોટી નસ) એ શરીરના તમામ અંગો જેવા કે, મગજ, કિડની અને જઠરને લોહી પહોંચાડવાનું કામ કરે છે. એમાં થતી નાનામાં નાની તકલીફ પણ જીવનુ જોખમ ઉભું કરી શકે છે. આવી જ એક ઘટના દર્દી શ્રી બહાદુરસિંઘ સાથે બની હતી. 64 વર્ષીય બહાદુરસિંઘ સતત ઉધરસ અને કફની તકલીફ પીડાતા હતા. જરૂરી તપાસ અને સીટીસ્કેન કરતા માલુમ પડ્યું કે તેમને હૃદયમાં મહાધમનીમાં એન્યુરિઝમ છે અને જેમાંથી લોહી સ્ત્રાવ થતો હતો. એઓર્ટિક એન્યુરિઝમ તે એક ગંભીર સ્થિતિ છે. જેમાં હૃદયની મહાધમનીની દીવાલ નબળી પડી જાય છે અને ફૂલી જાય છે, જેના કારણે રક્તવાહિનીની દિવાલના ભાગમાં ફૂલેલા ભાગ-ગાંઠ જેવું દેખાય છે. એન્યુરિઝમ ફાટી જાય તો જીવલેણ સાબિત થઇ શકે છે.
સારવાર માટે ઘણા ડોક્ટરોને બતાવ્યા બાદ તેઓ જીસીએસ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગમાં આવ્યા હતા. જ્યાં હૃદયના ફુલટાઈમ કાર્ડિયોલોજીસ્ટ્સની ટીમ ડો. રૂપેશ સિંઘલ, ડો. ઝીશાન મન્સૂરી અને ડો. જિત બ્રહ્મભટ્ટ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ એન્યુરિઝમ ડાબા મગજ અને ડાબા હાથને લોહી પોંહચાડતી નસને જોડાયેલ હતી, જે ખુબ જ ઓછા દર્દીઓમાં જોવા મળે છે. આ ઓપરેશનમાં ડાબા મગજને લોહી પહોંચતું બંધ થઇ જવાનું તેમજ ડાબા હાથે લકવો થવાનું પણ જોખમ હતું. આ ઉપરાંત દર્દીની ઉંમર અને લીવરની તકલીફના લીધે આવું જટિલ ઓપરેશન મહામુશ્કેલીભર્યું હતું. પરંતુ જીસીએસ હોસ્પિટલના કાર્ડિયાક ટીમે એક નવીન પદ્ધતિથી ઓપેરેશન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ગળાના બંને ભાગે 2 ઇંચનો નાનો ચીરો મૂકી, ડાબા મગજ અને ડાબા હાથને લોહી પહોંચાડતી નસને જમણા મગજ અને જમણા હાથને લોહી પોંહચાડતી નસ સાથે જોડવામાં આવી હતી. અને એ જ સીટિંગમાં જાંઘમાંથી કેથેટર દ્વારા સારવાર માટે ગ્રાફ્ટ મુકવામાં આવ્યો હતો. શરીરમાં કોઈ પણ પ્રકારના મોટા વાઢકાપ વગર ફક્ત નાના ચીરા દ્વારા આટલી મોટી જાનલેવા તકલીફની સારવાર કરવાનું નજીવા ખર્ચમાં કરવાનું શ્રેય જીસીએસ હોસ્પિટલના કાર્ડિયાક ટીમ અને કાર્ડિયાક એનેસ્થેટીસ્ટની ટીમ અને આઈસીયુની ટીમને જાય છે. ઓપરેશન પછી બહાદુરસિંઘને કોઈ પણ તકલીફ વગર સંપૂર્ણ સ્વસ્થ થતા 5 દિવસ બાદ રજા આપી દેવામાં આવી હતી.
જીસીએસ હોસ્પિટલમાં અત્યાધુનિક કેથલેબ અને કાર્ડિયાક ઓપેરેશન થિયેટર સાથે હૃદયરોગને લગતી તમામ સારવાર અને સુવિધા ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. ઉપરાંત આયુષ્માન યોજના હેઠળ એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી અને સર્જરી પણ નિઃશુલ્ક કરવામાં આવે છે.