ક્રિષ્ના પટેલ મોડાસા
આજ રોજ અગમ ફાઉન્ડેશન દ્વારા ” જાગો માતા પિતા જાગો ” તેમજ સુરતમાં બનેલી દુઃખદ ઘટનાનો શિકાર બનેલી ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપવા મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો .
આ કાર્યક્રમમાં આજની યુવા પેઢી જે ઝડપે યુવા પેઢી તરફ વળી છે ત્યારે માતા પિતાને જગૃત થવાની જરૂર છે આપણી સઁસ્કૃતિ જાળવવી , દીકરીને પરિસ્થિતિ સામે લડતા શીખે તેમજ આજનું યુથ વ્યસન તરફ વધારે આકર્ષાઈ છે જેને લઇ આજનો કાર્યક્મ યોજાયો હતો . આ કાર્યક્રમ મહાલક્ષમી ટાઉન હોલ ખાતે યોજાયો હતો . સાથેજ સુરતમાં થયેલી દુઃખદ ઘટનાનો શિકાર બનેલી ગ્રીષ્માને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઈ હતી
અગમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ નગર પાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ , નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભવસાર , ડો દિપ્તીબેન ઉપાધ્યાય ,પ્રો.ઉષાબેન રાઠોડ, હેતલ બેન પંડ્યા , મોસીના બેન , ,ચંદનબેન તેમજ અગમ ફાઉન્ડેશનના સભ્યો હાજર રહ્યા હતા. દીકરી સશક્ત અને નીડર બને તે માટે આ કાર્યક્રમ મોડાસા મહાલક્ષમી ટાઉન હોલ ખાતે યોજાયો હતો .
અગમ ફાઉન્ડેશન દ્વારા ” જાગો માતા પિતા જાગો “! સુરતમાં થયેલી દુઃખદ ઘટનાનો શિકાર બનેલી ગ્રીષ્માને શ્રધ્ધાંજલી અપાઈ
Read Time:1 Minute, 41 Second