અમદાવાદ: ડમી કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના હવાલા કૌભાંડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવ્યું. નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ROC (રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ) દ્વારા અલગ અલગ ફરીયદો નોંધાવેલ કે આયોજનબધ્ધ રીતે કેટલાક CA તેમજ અન્ય મળતીયાઓ દ્વારા કાવતરૂ રચી ચાઇનીઝ શેલ કંપનીઓની પ્રથમ ડમી ભારતીય ડિરેકટર બનાવી રચના કરી ઇનકોર્પોરેશન કરાવી પાછળથી તેનું રાજીનામુ લઇ ફકત ચાઇનીઝ ડિરેકટરો દ્વારા કંપનીનું સંચાલન કરી કંપનીઓમાં ખોટી રીતે નુકશાન બતાવી નાંણાકિય વ્યવહારોમાં ખોટા હિસાબો બનાવી ભારત સરકારને ટેકસ ન ચુકવી મોટુ નુકશાન કરી કરાવી ગુનો આચરેલ છે.જે સબંધે અલગ અલગ ગુનાઓ દાખલ થયા છે.
ત્યારે આ પ્રકારના ગુના ભારતના આર્થિક વ્યવસ્થાને નુકશાનકારક હોય ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનર દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોપવામાં આવેલ.જેથી સદર ગુનાની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલીક અને મદદનીશ પોલીસ કમિશ્નર ડી.પી.ચુડાસમાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એ.વાય.બલોચ દ્વારા તપાસનો દોર શરૂ કર્યો.
આ ગુનાની તપાસ દરમ્યાન ભારતમાં ચાઇનીઝ શેલ કંપનીઓમાં CA તેમજ તેમના મળતીયાઓ દ્વારા ડમી ડિરેકટરો રાખી પ્રથમ ઇનકોર્પોરેશન કરાવી ત્યારબાદ તેમના રાજીનામા લઇ ફકત ચાઇનીઝ ડિરેકટરો દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવે છે.આ ચાઇનીઝ કંપનીઓ દ્વારા ચાઇનાથી ૭૦ % રો મટીરીયલ મંગાવી તેના ભાવ મુળ કિમંત થી વધુ બતાવી બીલો રજુ કરવામાં આવતા ત્યારબાદ ફાયનલ પ્રોડકટ મશીન તૈયાર થઇ જતા તેની મુળ કિમંત કરતા ઓછા ભાવનું બીલ બનાવી ઉપરની રકમ રોકડથી મેળવી કંપનીને ખોટમાં બતાવી ઇન્કમટેક્ષ અને GST ની ચોરી કરતા હોવાનું જણાયેલ.
આવા પ્રકારના ગુનાથી ભારતીય અર્થ વ્યવસ્થાને સીધી અસર પડતી હોય ગુનાના મુળ સુધી પહોચવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેમાં શુંગ્મા મશીનરી (ઇન્ડીયા) પ્રા.લી દ્વારા પ્લાસ્ટીક ઇન્જેક્શન મોલ્ડીંગ મશીન બનાવવામાં આવેલ છે જે પ્લાસ્ટીક ઇન્જેક્શન મોલ્ડીંગ મશીન મુળ કિમંતથી ઓછી કિમંતના બીલ બનાવી રોકડથી રૂપિયા મેળવતા હોવાનું તપાસ દરમ્યાન જણાયેલ.આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા ડિસેમ્બર/૨૦૨૦ માં શુંગ્મા મશીનરી ( ઇન્ડીયા ) પ્રા.લી દ્વારા હવાલાથી ૧ કરોડ રૂપિયા ભારતમાંથી ચાઇના ખાતે મોકલેલ હોવાના પુરાવાઓ મળી આવેલ.
૧ કરોડ રૂપિયાના હવાલા અંગે તપાસ કરતા સદર હવાલો શુંગ્મા મશીનરી (ઇન્ડીયા) પ્રા.લી ના હાલના ડિરેકટર પીંગ હુઆંગ (Aimen ) જે તે સમયે ચાઇના ખાતે હતા ત્યારે તે ચાઇનાથી શુંગ્મા મશીનરી ( ઇન્ડીયા ) પ્રા.લીનું સેલ્સનું કામકાજ સંભાળતો હતો.તેણે GSL Cargo કંપનીના માલિક Xie Cheng (David) નો સંપર્ક કરેલ અને ભારતમાંથી ચાઇના હવાલો કરવા જણાવેલ.Xie Cheng (David) ભારતમાંથી ચાઇના ખાતે હવાલાનું કામકાજ કરે છે.તેનો માણસ સુરજ ઉર્ફે સન હરીરામ મૌર્ય નાનો મુંબઇ ખાતે તેનું કામકાજ સંભાળે છે સુરજ ઉર્ફે સન મૌર્ય હસમુખભાઇ નરોત્તમભાઇ આંગડિયાના માલિક સંજય રમણભાઇ પટેલ નાઓ મારફતે શુંગ્મા મશીનરી (ઇન્ડીયા) પ્રા.લી કંપનીમાંથી ૧ કરોડ રૂપિયા મેળવી બેંગકોક ખાતે હવાલાનું કામકાજ સંભાળતા શાબીક નાઓ મારફતે પીંગ હુઆંગ (Aimen ) દ્વારા આપવામાં આવેલ ચાઇનીઝ બેંક એકાઉન્ટમાં ૧ કરોડ રૂપિયા RMB માં ટ્રાન્સફર કરી આપેલ.
આ ગુનામાં મહેસાણાના હસમુખભાઇ નરોત્તમભાઇ આંગડિયા પેઢીના માલિક સંજય રમણભાઇ પટેલ, મુંબઈના સુરજ ઉર્ફે સન હરીરામ મૌર્યની પોલીસ દવારા અટક કરવામાં આવી છે. બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન સુરજ મૌર્ય સને ૨૦૧૭-૨૦૧૮ ના વર્ષમાં ચીન ખાતે GSL Cargo કંપનીમાં નોકરી કરતો હતો જ્યાં Xie Cheng (David) સાથે મુલાકાત થતાં ઓળખાણ થયેલ.Xie Cheng (David) ભારતમાંથી ચાઇના ખાતે હવાલાનું કામકાજ કરે છે.ત્યારબાદ તે ચાઇનાથી મુંબઇ ખાતે આવી ગયેલ.મુંબઇમાં Xie Cheng (David) નું કામકાજ સંભાળવા લાગેલ.સુરજ મૌર્ય Xie Cheng (David)ની સૂચના પ્રમાણે હસમુખભાઇ નરોત્તમભાઇ આંગડિયા પેઢીના માલિક સંજય પટેલ તેમજ અન્ય આંગડિયા વાળાઓના સંપર્કમાં રહી તેઓ મારફતે ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી રોકડા રૂપિયા મેળવી લેતા.
ત્યારબાદ બેંગકોક ખાતે શાબીક તેમજ અન્ય વ્યક્તિઓ રહેતા હોય જે આ રૂપિયા RMB માં જણાવેલ ચાઇનીઝ બેંક એકાઉન્ટ/અલી પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપતા હતા.
આ આરોપીઓ દ્વારા અન્ય મળતિયાઓ સાથે મળી ઘણી ડમી કંપનીઓ બનાવવામાં આવેલ છે.જે કંપનીઓના બેંક એકાઉન્ટમાં Xie Cheng (David)ની સૂચના પ્રમાણે ચાઇનિઝ કંપનીઓ દ્વારા રૂપિયા જમા થાય છે જે અંગે માલની લેવડ- દેવડ થયા વગર ખોટા બીલો બનાવવામાં આવે છે ત્યારવાદ સદર રૂપિયા રોકડમાં મેળવી તે હવાલા મારફતે Xie Cheng (David) દ્વારા આપવામાં આવતા ચાઇનીઝ એકાઉન્ટમાં RMB માં ટ્રાન્સફર કરાવી આપતો હતો.સદર ડમી કંપનીઓ અને તેના બેંક એકાઉન્ટ અંગે તપાસ ચાલુ છે.
સદર ડમી કંપનીઓના નામ અને બેંક એકાઉન્ટ નંબરની વિગત Xie Cheng (David) દ્વારા મેળવી તે એકાઉન્ટમાં ચાઇનીઝ કંપનીઓ દ્વારા RTGS મારફતે રૂપિયા જમા કરાવવામાં આવતા જે રૂપિયા સુરજ મૌર્ય રોકડમાં મેળવી સંજય પટેલ અથવા હવાલાનું કામ કરતા અન્ય આંગડિયા પેઢી થકી Xie Cheng (David) દ્વારા આપવામાં આવેલ ચાઇનીઝ બેંક એકાઉન્ટમાં બેંગકોક ખાતે ના માણસો મારફતે RMB માં ટ્રાન્સફર કરાવી આપતો હતો જે કંપનીઓના બેંક એકાઉન્ટ આધારે તપાસ ચાલુ છે.
આ સિવાય આરોપી સુરજ મૌર્ય નાનો Xie Cheng (David) ના કહેવાથી ૫ જેટલી ચાઇનીઝ કંપનીમાં ડિરેકટર તરીકે છે.જે કંપનીઓની તપાસ તજવીજ ચાલુમાં છે.
શુંગ્મા મશીનરી ઇન્ડીયા પ્રા.લી કંપનીના હાલના ડિરેકટર અને જે તે સમયના જનરલ મેનેજર પીન્ગ હુઆંગ ( Aimen ) દ્વારા હવાલાથી રૂપિયા ૧ કરોડ ચીન ખાતે મોકલી આપેલ જેની તપાસ કરી રહેલ હતા દરમ્યાન આરોપી પીન્ગ હુઆંગ નાનો દિલ્હી ખાતે હોવાની હકીકત મળેલ.જે આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પીન્ગ હુઆંગ ( Aimen ) નાઓને દિલ્હી ખાતેથી પકડી લાવતા જેને અટક કરવામાં આવી છે. જે આરોપી પાસેથી મળેલ મોબાઇલ ફોનમાં આરોપી સુરજ મૌર્ય તથા Xie Cheng (David) ના મોબાઇલ ફોન નંબર સેવ કરેલ હોવાનું જણાઇ આવેલ છે.જે આરોપીની પૂછપરછ ચાલુમાં છે જેમાં ઘણા ખુલાસા થઇ શકે તેમ છે.
હાલ સુધી અલગ અલગ ચાઇનિઝ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવી આશરે ૧૫ કરોડ જેટલી રકમ બેંકમાં ફ્રીજ કરાવવામાં આવેલ છે. હાલમાં આ રીતે છેતરપીંડી વિશ્વાસઘાત કરી બીલો બનાવી ખોટા હિસાબો રજૂ કરી ઇન્કમટેક્ષ – GST ની ચોરી કરી હવાલા દ્વારા ભારતમાંથી ચાઇના ખાતે રૂપિયા મોકલનાર ઘણી ચાઇનિઝ શેલ કંપનીઓના નામો તપાસમાં ખુલવા પામેલ છે.તે તમામ ચાઇનિઝ શેલ કંપનીઓ સબંધે પુરાવાઓ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.