અમદાવાદ: ભગવાન શ્રીરામનો જન્મ કેટલાં વર્ષ પૂર્વે થયો હતો. વર્તમાન ક્લેન્ડર મુજબ તેમની જન્મ તારીખ કઈ? આ પ્રશ્નોનો જવાબ ૧૩ વર્ષના દીર્ઘ સંશોધન બાદ પુસ્તક સ્વરૂપે રજૂ થયા છે. અને શ્રીરામ કોસ્મોલૉજિકલ ટાઇમ લાઇન’ પુસ્તકનું વિમોચન ગુજરાત યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું.
વાલ્મીકિ રચિત રામાયણની બે હજારથી વધુ પ્રાચીન હસ્તલિખિત પ્રતોના સૂક્ષ્મ અભ્યાસ બાદ તૈયાર થયેલી સંશોધાત્મક આવૃત્તિના આધારે, આવી છે. તેમાં ઉલ્લેખ કરાયેલી ખગોળીય અને સંબંધિત ઘટનાઓના આધારે ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોનો ચોક્કસ સમય અને સચોટ તારીખનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું આ પુસ્તકના લેખક મૌલિક ભટ્ટે જણાવ્યું છે.
મૌલિક ભટ્ટ કોસ્મો રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને રિસર્ચ એક્સપર્ટ છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના ડિરેક્ટર ડૉ. કમલેશ ચોકસી મુખ્ય સલાહકાર અને યુનિવર્સિટીના મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રના ડિરેક્ટર પ્રો. ડૉ. મયૂરી ભાટિયાના માર્ગદર્શન હેઠળ વાલ્મીકિકૃત રામાયણના રહસ્યોને ઉકેલી રામાયણના પ્રસંગોની સચોટ તારીખો નિર્ધારિત કરવામાં આવી છે.
રામાયણના કાળ દરમિયાન ભારતીય વૈદિક જ્યોતિષના મૌલિક ભટ્ટે જણાવ્યું છે. સિદ્ધાંતો દ્વારા ખગોળીય ઘટનાનું આકલન થતું હતું. વર્તમાન ભારતીય જ્યોતિષના સિદ્ધાંતો ભિન્ન હોવાથી, સૌપ્રથમ ભારતીય વૈદિક જ્યોતિષને અનુરૂપ સિદ્ધાંતો સ્થાપિત કરવામાં આવ્યા કારણ કેરામાયણમાં સ્થાન પામેલી દરેક ખગોળીય ઘટનાઓ વૈદિક જ્યોતિષના સિદ્ધાંતોના આધારે ઉપસ્થિત રહેશે. થઈ હતી.
અત્યારે ‘નાસા’ જેવી સંસ્થાની મદદથી એસ્ટ્રોનોમી વિશે સૉફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. તેની મદદથી સારા પરિણામો મળી શકે છે. પરંતુ આ પુસ્તકના સંશોધન દરમિયાન તેમાં અનેક ત્રુટિઓ ધ્યાનમાં આવતાં તેને વૈદિક જ્યોતિષનો આધાર લઈ દૂર કરવામાં આવી હતી. શ્રીરામના જન્મ સમય વિશે અગાઉ થયેલા તમામ સંશોધનોમાં આ બાબતો ઉપેક્ષિત રહેતાં તેમાં ક્ષતિ રહી ગઈ જણાય છે.
તેથી ૧૩ વર્ષના ઊંડા સંશોધન બાદ ‘શ્રીરામ કોસ્મોલૉજીક ટાઇમ લાઇન’ પુસ્તકને સર્વસામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી આપવામાં આવી રહી છે.
ભગવાન શ્રીરામનો જન્મ કેટલાં વર્ષ પૂર્વે થયો? વર્તમાન કૅલેન્ડર મુજબ શ્રીરામની જન્મતારીખ કઈ છે? શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ ક્યારે થયું! જેવા વિવિધ પ્રશ્નો વિશે ઊંડા સંશોધનના આધારે છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે.