અમદાવાદ સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી કોરોના કાળને ભુલાવ્યો

0
અમદાવાદ સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી કોરોના કાળને ભુલાવ્યો
Views: 98
0 0
Spread the love

Read Time:3 Minute, 10 Second
Views 🔥 અમદાવાદ સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી કોરોના કાળને ભુલાવ્યો


અમદાવાદ: શહેરની ડીવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ સ્કૂલ દ્વારા યોજાયેલ શૈક્ષણીક મેળામાં વિવિધ પ્રોજેકટ બનાવી રજૂ કરી કોરોના કાળને ભુલાવ્યો હતો. છેલ્લા 2 વર્ષમાં વિશ્વભરમાં કોરોનાએ ભરડો લીધો હતો અને બાળકો સ્કૂલમાં જવાનું ટાળી ઘરમાં પુરાયા હતા અને ઓનલાઈન શિક્ષા મેળવી રહ્યા હતા કોરોનાનો કપરો સમય પસાર થઈ ગયો અને ફરી સ્કૂલો બાળકોના કિલ્લોલ સાથે ગુંજી ઉઠી. સ્કૂલો ફરીથી ધમધમતી બની. આ કપરા સમયમાંથી બહાર આવી બાળકોમાં છુપાયેલી શક્તિઓને ફરી બહાર લાવાના પ્રયાસરૂપે અમદાવાદના નરોડા ખાતે આવેલ ડીવાઇન લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલના ઈંગ્લીશ અને ગુજરાતી મીડિયામના બાળકોમાં ફરી એકવાર જોશ આવે તે માટે સ્કૂલ દ્વારા બે દિવસના શૈક્ષણિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલના આશરે 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિવિધ વિષય ઉપર અવનવા પ્રોજેકટ બનાવી લોકો સામે રજૂ કરી પોતાનામાં છુપાયેલ પ્રતિભાને દર્શાવતા અનેરો આનંદ અનુભવ્યો હતો.

આ મેળામાં ગણિત, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર  વિજ્ઞાન, ગુજરાતી એમ કુલ 6 વિષય પર સામાજિક સંદેશ આપતી થીમ સોલર સિસ્ટમ, કોમ્પ્યુટર,  વિજ્ઞાન, વોટર સાયકલ, ગણિતના એબાક્સ, ક્યુબ, પૃથ્વી બચાવો પર સંદેશ આપતા ડ્રામાં દ્વારા અને વિષયો ઉપર અવનવા 84 પ્રોજેકટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. સ્કૂલના બાળકોમાં છુપાયેલ તેમની પ્રતિભા શક્તિઓને બહાર લાવી શકાય અને ફરી તેમનામાં કાંઈક કરી બતાવવાની ભાવના જાગૃત જોવા મળે તે માટે  તેમને પ્રોત્સાહન તેમજ  માર્ગદર્શન તે આ સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકગણના થકી સાર્થક બન્યું છે. ધોરણ 1 થી 12ના બાળકોએ પાણી, પુંઠા, માટીનો ઉપયોગ કરી શિક્ષકોના માર્ગદર્શનમાં વિવિધ પ્રોજેકટ બનાવી રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ટ્રસ્ટી શ્રીમતી પારૂલબેન ઠક્કર દ્વારા કરી આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે ટ્રસ્ટી ઘનશ્યામભાઈ, ડાયરેક્ટર દિનેશભાઈ હાલાણી તેમજ બંને માધ્યમના પ્રિન્સિપાલ બ્રીન્દાબેન તેમજ રુચિતાબેન અને શિક્ષક ગણ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed