ડાંગ દરબારના મેળામા ઉમટી જનમેદની

ડાંગ દરબારના મેળામા ઉમટી જનમેદની

0 0
Spread the love

Read Time:3 Minute, 35 Second
Views 🔥 ડાંગ દરબારના મેળામા ઉમટી જનમેદની

જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી સાથે મેળાની મોજ માણતા ડાંગીજનો

ડાંગીજનો માટે હોળી પૂર્વે ભરાતો ડાંગ દરબાર એટલે ખાઉલા, પીઉલા, અને નાચુલા:

જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયો ડાંગી વિલેજ ફૂડકૉર્ટ:

નાગલી પ્રોડક્ટ સહિત મશરૂમ, અને બામ્બુ ક્રાફટની આઇટમો તથા ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનુ કરાયુ વેચાણ-સહ-પ્રદર્શન

આહવાઃ તા.૧૩મી માર્ચ, ૨૦૨૨ થી આહવા ખાતે શરૂ થયેલા ડાંગ જિલ્લાના સૌથી મોટા લોકોત્સવ એવા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામા ડાંગીજનો મનમૂકીને મ્હાલી રહ્યા છે.

ડાંગી પ્રજાજનો માટે સૌથી મોટો ઉત્સવ એટલે હોળી-ધુળેટી, અને તેની સમીપે ભરાતો ડાંગ દરબારનો ભાતિગળ લોકમેળો. ખાઉલા, પીઉલા, અને નાચુલાના જીવનમંત્ર અનુસાર આ મેળામા ડાંગી પ્રજાજનો મનમૂકીને મ્હાલે છે. પ્રકૃત્તિની ગોદમા, પાવરીના સુર અને ઢોલકની થાપ સાથે નાચતા, ગાતા ડાંગીજનો માટે જીવનને માણવાનો આ અનેરો અવસર છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.૧૩ થી ૧૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન આયોજિત ડાંગ દરબારના આ લોકમેળામા હાજજારોની સંખ્યામા, ગામેગામથી જનમેદની ઉમટી પડે છે. આ લોકમેળા માથી તેઓ જીવન જરૂરિયાતની રોજીંદી ચીજવસ્તુઓની પણ ભરપૂર ખરીદી કરતા હોય છે. કપડા, બુટચંપલ, વાસણો, કટલરી સહિત અનેકવિધ ચીજવસ્તુઓ, ખાણીપીણીની મોજ સાથે ખરીદતા, ડાંગીજનો તેમની આગવી અદા અને મસ્તીમા મસ્ત રહેતા હોય છે.

ડાંગની આ ભાતિગળ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા આવતા રાજ્ય, રાજ્ય બહારના લોકો સહિત હવે તો વિદેશી મહેમાનો પણ અહીં ફરતા નજરે પડે છે. ડાંગની આગવી ઓળખ એવા શુદ્ધ અને પૌષ્ટિક નાગલીના પાપડ, સહિત નાગલી/રાગીની વિવિધ બનાવટો, બિસ્કિટ, અથાણા સહિત બામ્બુ ક્રાફ્ટની નાની મોટી આઇટમો, ફર્નિચર, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, સહિત પરંપરાગત નાગલીના રોટલા, ચોખાના પુડા, ભુજીયુ, અડદની દાળ, લીલા લસણ/મરચાની ચટણી, દાળ, ભાત, ખમણ, ભજીયા, જલેબી બિરીયાની સહિતની ખાણીપીણીની આઇટમોની આ દિવસોમા ભારે માંગ રહે છે.

આ બધી ચીજવસ્તુઓ એક જ ઠેકાણે ઉપલબ્ધ થઇ રહે તે માટે ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા ડાંગ સેવા મંડળના પટાંગણમા ડાંગી વિલેજ : ફૂડકોર્ટના માધ્યમથી વિવિધ સ્ટોલ્સ ઉપર આવી તમામ ચીજવસ્તુઓ એક જ છત્ર નીચે ઉપલબ્ધ કરાવી છે. અહી ડાંગ સહિત વલસાડ, નવસારી, તાપી જેવા જિલ્લાઓમાંથી પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અને વન વિભાગ હસ્તકના સખી મંડળો, સ્વસહાય જૂથો દ્વારા જુદી જુદી ચીજવસ્તુઓનુ વેચાણ-કમ-પ્રદર્શન કરવામા આવી રહ્યુ છે. જેનો પ્રજાજનો લાભ લઈ રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ડાંગ દરબારના મેળામા ઉમટી જનમેદની

વડોદરાના બે યુવાનોએ પોકેટમાંથી બચત કરી કંપની બનાવી, ૧૯ આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી

ડાંગ દરબારના મેળામા ઉમટી જનમેદની

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પ્રિય વડ વૃક્ષના ‘નમો વડ વન’! રાષ્ટ્રીય કક્ષાએ સંરક્ષિત હોવા છતાં ગુજરાતમાં ગયા વર્ષમાં ૧૬૯ વડ કાપી નખાયા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.