રાજ્યમાં ૩૩ જિલ્લામાં ૭પ સ્થળોએ ઉભાં કરાશે
અમદાવાદ – ગાંધીનગરમાં બે વર્ષમાં ૧૭૪૨૨ વૃક્ષો કપાયા.
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય વન દિવસે રાજ્ય સરકાર મસમોટી વાતો સાથે નમો વડ વન કાર્યક્રમનો પ્રારંભ કર્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે ગાંધીનગર ખાતે વડ વૃક્ષ વાવીને ગુજરાતમાં નમો વડ વન કાર્યક્રમ થકી પર્યાવરણ શુદ્ધિ-સ્વચ્છ હવા-કુદરતી ઓક્સિજન મેળવવાની નેમ સાકાર કરવાનું દિવાસ્વપ્ન જોયું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગુજરાતે પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં વન સાથે જન જોડી વન મહોત્સવો દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધાર્યુ છે. રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષોમાં ૬૯૦૦ હેક્ટરની વૃદ્ધિ થઈ છે. ર૦૦૩માં રાજ્યમાં વન વિસ્તાર બહાર ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતાં ર૦ર૧માં વધીને ૩૯.૭પ કરોડ થયા છે. વડનું વૃક્ષ રાષ્ટ્રિય વૃક્ષ છે અને પૌરાણિક મહત્વ ધરાવતું વટવૃક્ષ અક્ષય વડ કહેવાય છે. સાથે સાથે વૃક્ષો-વનોથી પ્રકૃતિના જતન દ્વારા વાતાવરણ શુદ્ધિ જેમ જ માનવ આરોગ્ય-સ્વસ્થતા માટે રાસાયણિક ખાતરમુકત પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાનું સ્વાસ્થ્ય સુધારીએ તેવી નેમ વ્યકત કરી.
રાજ્યમાં રાજ્ય સરકારના આશીર્વાદથી વિકાસના નામે મોટાપાયે વૃક્ષો કપાઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય વન દિવસે મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસના નામે બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે બીજી બાજુ, વનીકરણને નામે મેળા-ઉત્સવો થઇ રહ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીના આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું કે કોરોનાકાળમાં સૌને ઓક્સિજનની કિંમત સમજાઈ છે. બીજી તરફ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકાર વાતો વિકાસની અને વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના આશીર્વાદથી વિકાસના નામે મોટાપાયે વૃક્ષો કપાઈ રહ્યા છે. અમદાવાદમાંથી ૨૦૨૦-૨૧ માં ૧૬૯૫ અને ૨૦૨૧-૨૨ માં ૧૪૬૫ વૃક્ષ મળીને કુલ ૩૧૬૦ સત્તાવાર કપાયા છે. જ્યારે ગાંધીનગરમાંથી ૨૦૨૦-૨૧ માં ૨૫૮૯ અને ૨૦૨૧-૨૨ માં ૧૧૬૮૩ વૃક્ષ મળીને કુલ ૧૪૨૭૨ વૃક્ષો સત્તાવાર કપાયા છે. સરકારની નીતિના કારણે આ પરિસ્થિતિ ઉદભવી છે ત્યારે
જેટલા વૃક્ષો કાપવામાં આવે તેના કરતાં ત્રણ ઘણા વૃક્ષો રોપાવવા જોઈએ.