જુઓ વિડીયો… બ્રેક ટાઈમ એજન્સીની કેન્ટીનમાં ફરી રહ્યો છે ઉંદર! વિડીયો વાયરલ થતા સિવિલ હોસ્પિટલ સત્તાધીશો સફાળા જાગ્યા

સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં
તરબૂચની ઝાયાફત માણી રહ્યો હતો ઉંદર
અમદાવાદ:
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ બ્રેક ટાઈમ એજન્સીની ફૂડ કોર્ટમાં રસોડામાં ખાદ્ય પદાર્થો વચ્ચે ફરતા ઉંદરોનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગયો. રોજના હજારો દર્દીઓ અને દર્દીઓના સગા જ્યાં ખાદ્ય ખોરાક આરોગે છે ત્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં જોવા મળ્યા. વાયરલ વિડીયો સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતા સિવિલ હોસ્પિટલ મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોશી દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા.
કેન્ટીનને ટેમ્પરરી સંસ્પેન્ડ કરવામાં આવી
સિવિલ હોસ્પિટલ મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોશી દ્વારા બ્રેક ટાઈમ એજન્સીને નોટિસ પાઠવી અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા અને તપાસ પુરી થાય ત્યાં સુધી કેન્ટીન બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.