શહેર અને ગામડાઓમાં માનસિક સ્વાસ્થ્ય ભવાઇ ભજવાઈ
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલ અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન અમદાવાદ જિલ્લાના જુદાજુદા તાલુકા ખાતે કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના અનુસંધાનમાં માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા અમદાવાદ જિલ્લામાં સૌપ્રથમ વાર ભવાઈ પ્રોગ્રામ દ્વારા લોકોમાં માનસિક રોગ વિશે જાગૃતતા આવે તે માટેના કાર્યક્રમ યોજાયા હતાં. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિકો ની ટીમ દ્વારા શાળા, કોલેજ, કચેરીઓ અને આંગણવાડી કેન્દ્રો માં જઈને માનસિક આરોગ્ય જાગૃતતા અંગેના કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં તેમજ માનસિક રોગની સારવાર માટે ની સચોટ માહિતી પુરી પાડવામાં આવી હતી. શહેરો અને ગામડાઓમાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા આવે એ માટે ૫૦ થી વધુ અવેરનેસ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સાહેબશ્રી, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ શ્રી મુળજીભાઈ સોનારા અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. નયન સોલંકી નો સહકાર રહ્યો હતો.