63 વર્ષના હિમાંશુભાઈ પટેલે 100 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને 50 મીટર બટરફ્લાય સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવ્યું.

63 વર્ષના હિમાંશુભાઈ પટેલે 100 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને 50 મીટર બટરફ્લાય સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવ્યું.
Views: 45
0 0
Spread the love
Read Time:2 Minute, 11 Second
Views 🔥 web counter


અમદાવાદ શહેર ખેલ મહાકુંભ તરણ સ્પર્ધા- 2022
“ જ્યારે બાળકો એવું કહે કે દાદા ઈનામ જીતીને આવ્યા ત્યારે તેની  અનુભૂતિ અનેરી હોય”  –  હિમાંશુભાઈ પટેલ, તરણ સ્પર્ધક

અમદાવાદ શહેર ખેલ મહાકુંભ તરણ સ્પર્ધા- 2022માં આજે ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ વયજૂથ(ભાઈઓ)ની તરણ સ્પર્ધા યોજાઈ હતી. અંડર -11,14,17 અને ઓપન એઈજ ગ્રુપ- 40 – 60 શ્રેણીમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમદાવાદ શહેરની આ તરણ સ્પર્ધામાં 40 -60 વર્ષની શ્રેણીમાં 100 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને 50 મીટર બટરફ્લાય સ્પર્ધાના વિજેતા  હિંમાશુભાઈ પટેલે જીત બાદ કહ્યું કે, ખેલ મહાકુંભનો વિચાર અભિનવ છે અને તેના પરિણામો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ખેલ મહાકુંભના પ્રતાપે ગુજરાતમાંથી  ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓ પ્રાપ્ત થયા છે.
આટલી વયે ખેલ મહાકુંભમાં ભાગ લેવા અંગેના અનુભવ વિશે પૂછતા  હિમાંશુભાઈએ કહ્યું કે, ખેલ મહાકુંભના કારણે જ્યારે બાળકો એવું કહે કે દાદા ઈનામ જીતીને આવ્યા ત્યારે તેની અનુભૂતિ અનેરી હોય છે.
ખેલ મહાકુંભના દુરોગામી પરિણામો વિશે વાત કરતાં  હિમાંશુભાઈએ કહ્યું કે, રમત-ગમતના કારણે નાગરિકોને તંદુરસ્તી સુધરે છે અને ફળસ્વરૂપે તેની કાર્યશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. 
આ તરણસ્પર્ધા વિજેતા કહે છે કે, રમતગમતથી આપણે જીવનમાં હાર-જીતને પચાવતા શીખીએ છીએ તેમ જ લીડરશીપ, ટીમ સ્પીરીટ અને ખેલદીલી જેવા ગુણો પણ વિકસે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »