અણદાપુર ગામ સુધી રસ્તો છે…પણ લોકો જ્યાં રહે છે ત્યાં સુધી રોડની આતુરતા પૂર્વક રાહ જોતા ગ્રામજનો, ૧૦૮ પણ નથી પહોંચતી
અરવલ્લી:
ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાતની મોટી મોટી વાતો એરએમ્બ્યુલન્સ અને સિપ્લેનની વાતો પણ ખરેખર કોઈ જરૂરિયાતમંદને મદદની જરૂર હોય ત્યારે મદદના નામે મીંડું.
રાજ્યના અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે અરવલ્લી જીલ્લાના મોડાસાના અણદાપુર ગામના લોકો આઝાદીના ૭ દાયકા સુધી પણ હજુ રોડ-રસ્તા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે લોકો બીમાર થાય કે પછી ગર્ભવતી મહિલાઓને સારવાર માટે ઝોળીમાં નાખી લઇ જવાની નોબત આવે છે રવિવારે એક મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સ આવી તો ખરી પણ રસ્તાના અભાવે ગામ સુધી ન પહોંચતા પ્રસૂતા મહિલાને અઢી કિલોમીટર સુધી ચાલતી લઇ જવાની નોબત આવી હતી ગ્રામજનોએ રસ્તા માટે વારંવાર રજુઆત કરવા છતાં રોડ નહિ મળતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે
અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પાકો રોડ છે પરંતુ ત્યાંથી ગામલોકોનો વસવાટ ૨.૫ કિમી દૂર છે ત્યાં સુધી રોડ ન હોવાથી ગામલોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડના અભાવે લોકોને ઇમર્જન્સી સમયે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બીમાર અને સગર્ભા મહિલાઓની હાલત દયનિય બની રહે છે
રવિવારે અણદાપુર ગામમાં એક ગર્ભવતી મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા પરિવારજનો ચિંતિત બન્યા હતા ૧૦૮ ઈમરજંસી એમ્બ્યુલસને ફોન કરતા તાબડતોડ ૧૦૮ ઈમરજંસી એમ્બ્યુલન્સ અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચી ગઈ પરંતુ આગળ રસ્તો ન હોવાથી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કર્મીઓ લાચાર બન્યા હતા એક બાજુ પ્રસુતાને પીડા વધી રહી હતી આખરે પરિવારની મહિલાઓએ ન છૂટકે પ્રસૂતા અને બાળકના જીવના જોખમે ૨.૫ કિલોમીટર સુધી ચાલીને લઇ જવાની ફરજ પડી હતી ગ્રામજનોને રસ્તાને અભાવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.